________________
૧૫૯
જીહો લાખ સંદેસા કહાવીયઇ, લાલા મિલવું કેઇ જાત; જીહો જાં લગિ ન મિલે નયણલે, લાલા "ભામણું ભૂખ ન જાત જીહો આજ સફલ દિન માહરો, લાલા ધન ! વેલા ધન! ગેહ; જીહો લટકિ આવિઉ લખપતી, લાલા ઠૂઠો કાલે મેહ જીહો આવો'સહી સમાંણીયા, લાલા ગાવઉ“સોહલા ગીત; જીહો કુંકમ થાપા બારણે, લાલા તલીઆ તોરણ પ્રીતિ જીહો જઉ હૂંતા પ્રીઉ ટૂંકડા, લાલા આવિ મિલ્યા સુસનેહિ; જીહો પરદેસીસું પ્રીતડી, લાલા વલતું ન જુએ ગેહ જીહો વીછડીયાં આવી મિલ્યે, લાલા જઉ હુઇ ઘટમાં પ્રાંણ; જીહો આસ‘વિલૂધો જીવડો, લાલા આસ લઉ*નિરવાંણ જીહો વિહચી વધામણી કંતની, લાલા આપે ભોજનનું દાન; જીહો મુજરે આવી વાતડી, લાલા દેતી સુજ્જનને માંન જીહો લૂણ ઉતારો બહિનડી, લાલા મોતીડે વધાવિ; જીહો ચંદનની આંગી રચો, લાલા ઇમ કરી મુઝ મનિ ભાવિ જીહો નવ નવ ભગતિ કરે વલી, લાલા સ્નાન મંજ્જન સુખ સેજિ; જીહો ભોજન‘કૂર કપૂરસિઉં, લાલા સાચવે વચન સુહેજિ ‘‘જીહો માત-પિતા વિણ ભૂમિકા, લાલા અપ્રિય લાગે આવાસ; જીહો જસ મન માંનિઉ જેહ સિઉં, લાલા તેહ વિણ સૂનું તાસ’’. જીહો કાંતિમતી કહિ કાંમિની, ‘‘લાલા થોડૂંકીનેં દુખ; જીહો જગવટ ચાલઇ ઇણિ પરઇં, લાલા પુન્ય થકી હુઇ સુખ’’...૫. જીહો ઇણિ પરિ દઇ આસાસના, લાલા પદમણિપ્રેમ વિલાસ; જીહો સોક સંતાપ નિવારતી, લાલા કરતી નેહ પ્રકાસ જીહો ગણિકા નેહ વિસારિ નઇં, લાલાભોગવિ નિરુપમ ભોગ; જીહો દિશા વલી ફિરી ઘરતણી, લાલા મલીઉ ઉત્તમ યોગ જીહો કાંતિમતી થઇ°ગુરુવિણી, લાલા પ્રીતમ પ્રેમ સંયોગિ; જીહો“સીંપોડી મોતી ધરઇ, લાલા સ્વાતિ નક્ષત્ર ઘન જોગિ જીહો દ્રવ્ય ઉપારજિઉ, જોઇયઇ, લાલા પ્રવહણિ ચડવા ભાવ; જીહો વિજયશેખર કહિ તે કહૂં, લાલા છઠી ઢાલ પ્રસ્તાવ
...પ
...૫ ...૧૫૪
...૫ ...૧૫૫
...૫ ...૧૫૬
...૫ ...૧૫૭
...૫ ...૧૫૮
...૫ ...૧૫૯
...૫ ...૧૬૦
...૫ ...૧૬૧
...૧૬૨
...૧૬૩
...૫ ...૧૬૪
...૫ ...૧૬૫
...પ...૧૬૬
...પ...૧૬૦
૧. ઓવારણા; ૨. અણધાર્યું, દૈવ યોગે; 3. સખીઓ; ૪. સરખે સરખી વયની; ૫. ઉત્સવ; ૬. વિલુબ્ધ, આસક્ત; ૭. નક્કી, ખરેખર; ૮. સુગંધી ભાત; ૯. જગાચાર; ૧૦. ગર્ભવતી; ૧૧. છીપમાં રહેતી મોતી બનાવનાર માછલી.