________________
*) :
) :
) :
(200000000000000000000000000000000000000
(2009 (20) ((2009 (2009 (((2009 (૪
‘રાસ'ની રૂઢ વ્યાખ્યાઓમાં ન જતાં એમ કહી શકાય કેદીર્ઘ કથાત્મક પદ્યકૃતિ રાસ રૂપે ૬ $ ઓળખાતી હતી અને એનું વિષયફલક પણ ઘણું વિસ્તૃત હતું. એમાં રૂપકથા હોય અને ચરિત્રકથા છે પણ હોય, ઈતિહાસકથાનું વિષયવસ્તુ હોય અને લૌકિકકથાનું પણ હોય. વળી આ રાસાઓમાં છે અનેકવિધ વિષયોની મબલખ સામગ્રી રહેલી હતી. રાસાઓ કોઈ બોધ કે ઉપદેશ આપતા હતા પરંતુ
એને દીર્ઘ વાર્તા રૂપે વણી લેતા કે જેથી એમાં બનતી પ્રત્યેક ઘટનામાંથી કોઈ ને કોઈ ઉપદેશ કે રાસ છે સાહજિક રીતે જ પ્રાપ્ત થતો હતો.
રાસામાં આવતી આ કથાઓ એ માત્ર કથા-વાર્તા જ નથી પરંતુ એ મધ્યકાલીન યુગમાં છે પરધર્મી આક્રમણખોરો અને વિરોધી વાતાવરણ વચ્ચે નૈતિકમૂલ્યો, સામાજિક રીતરિવાજો અને $ જનજીવનને ઉર્ધ્વમાર્ગે લઈ જવાની જડીબુટ્ટી હતી. એણે પ્રજાજીવનની ધાર્મિક આસ્થાને જાળવવાનું
અને એનું સંવર્ધન કરવાનું ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું. બીજી બાજુ એમાં જે કોઈ વિષયનું નિરૂપણ થતું $ હોય, એનો સમયસંદર્ભ પણ ઉપસી આવતો. કલ્પના ન કરી શકાય એટલી ગંજાવર ઐતિહાસિક સામગ્રી આરાસાઓમાં સચવાયેલી છે.
નિઃસંકોચપણે કહીશ કે ડૉ. ભાનુબહેન શાહે દાનધર્મનો મહિમા વર્ણવતી ‘કયવન્ના રાસમાળા'નું સંશોધન-સંપાદન કરીને મધ્યકાલીન સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આનું રે કારણ એ કે એમણે એક જ વિષય પરની અઢાર જેટલી કૃતિઓ પર સંશોધનકાર્ય કર્યું છે. આમાં પંદર તો અપ્રકાશિત હસ્તપ્રતો છે અને કવિશ્રી જયરંગમુનિ, કવિશ્રી વિજયધર્મધુરંધરસૂરિ અને કવિશ્રી દેપાળની જ ત્રણ પ્રકાશિત કૃતિઓ હતી, તેઓ મુદ્રિત કૃતિઓને યથાવત્ પ્રકાશિત કરવાને બદલે એની અન્ય હસ્તપ્રતો સાથે મેળવીને સંશોધન કરીને પ્રગટ કરી છે.
મૂળે આવશ્યક વૃત્તિ' જેવા આગમગ્રંથમાં મળતી આ કથાની અઢાર કૃતિઓનાં એમાં એના સર્જકોએ સમયે સમયે પોતીકા ઉમેરણ સાથે રચના કરી છે. આથી બદલાયેલી લોકરુચિ, પલટાયેલું સમાજ જીવન, આલેખાયેલી પ્રકૃતિ અને કવિની મૌલિકદષ્ટિ- એ બધાનું પ્રત્યેક કૃતિમાં હૈ મૌલિક દષ્ટિએ ઉમેરણ થયું છે અને એનું ભાનુબહેને યથોચિત મૂલ્યાંકન કર્યું છે. દાનધર્મનો મહિમા
વર્ણવતી કૃતપુણ્ય (કચવન્ના) શેઠની કથા, એમના જીવનમાં જાગતા રાગ અને વિરાગ વિશે સુંદર છે હે છણાવટ કરી છે. ગ્રંથના પરિશિષ્ટમાં પણ ઘણી ઉપયોગી સામગ્રી એકત્ર કરીને મૂકી છે. હ.
વળી, આ પ્રત્યેક હસ્તપ્રતની કથાનો અનુવાદ એમણે અહીં આપ્યો છે એની સાથોસાથ હૈ હ પ્રત્યેક હસ્તપ્રતમાં સર્જકે આપેલો ઉપદેશ, સામાજિક માન્યતાઓ, એની શૈલી અને એના અલંકારો. હું - એ સઘળાંની નોંધ કરી છે. કયવન્ના વિષયક સંસ્કૃત – પ્રાકૃત ભાષામાં નિબદ્ધ રચનાઓ. આ ફિ હું વિષયની મધ્યકાલીન ગુજરાતીની પ્રાપ્ય હસ્તપ્રતોની યાદી, દરેક કવિએ કથાના આલેખનમાં કરેલું છે પરિવર્તન અને તેમનું સાહિત્યિક મૂલ્યાંકન પણ આપ્યું છે.
આવી રીતે માત્ર વિદ્યાઉપાસના અને સંશોધનપ્રીતિને કારણે આવો સુંદર ગ્રંથ હિ ફિ આપનાર ડૉ. ભાનુબહેન શાહને ખૂબ-ખૂબ ધન્યવાદ. એમના દ્વારા મધ્યકાલીન ગુજરાતી ફિ ફ્રિ સાહિત્યમાં છુપાયેલા વધુને વધુરાસ રત્નો પ્રકાશિત થતાં રહે, એવી શુભેચ્છા!
) :) :) :) :) :) :) :) :) :) :
) :
) :
) :
) :
) :
) :) :) :) :) :)
99090 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0