________________
વર બંધાવ્યો આંણી દોરો, “તાહારાઈ રત્ન કીહાંથી રે ચોરો? નૃપ મંત્રી ત્રીજો વ્યાપારી, હોઈ વસ્તુ એહવી તિહાં સારી'' કહઈ કંદોઈ ““નહીં એ મેરુ, એહ રત્ન કઈવન્ના કેરું''; અણજુગતું બોલ્યો જ અસારો, તો કંદોઈ થયો ખોઆરો નાનો મોટાની વાતમાંહિ આવઈ, મરઈ નહીં તો માંદો થાવઈ; હીણ જાતિ કંદોઈ કેરી, માંગી પુત્રી રાજા કેરી “પડયો 'વરાંસો મુઝનિં અપારો, કવઈ મુઝ છોડો અભયકુમારો''; લેઈ રતન મુકયો કંદોઈ, તુષ્ટમાન નૃપ મંત્રી હોઈ કર મુકયો કંદોઈ કેરો, એણિ નાતિ નહી વાંટો વેરો; સંતોષ્યો કંદોઈ ઘરિ જાઈ, કઈવજ્ઞાનિ તેડઈ રાઈ
. ૨૧૩ ગયા નફરિ વારિંગ ઘરિ જ્યારઈ, સોહાસણિ બીહની બહુ ત્યારઈ; લહઈસદાર દીસઈ કો આવઈ, સહી હવડાં મુઝ નર કનઈ માંગઈ'
... ૨૧૪ અસ્યો વિચાર કરઈ સ્ત્રી જ્યારઈ, નૃપના સેવક બોલ્યા ત્યારઈ; કઈવજ્ઞાનિ તેડઈ રાય, કરસઈ કાંઈક સબલ પસાય”
... ૨૧૫ એર્ણ વયણિ હરખ્યાં નરનારી, શરી(૨) તણી સોભા જ વધારી; પહિરઈપટોલું કટી કંદોરો, સારુપાગગલિં સોવન દોરો. ... ૨૧૬ ભઈખની પહઈરી એકતાઈ, કસબ કણો તેણઈ જ્યોતિ લગાઈ; ચંપવરણ ઊંઢી પીછોડી, કઈવન્નો હીંડઈ તન મન મોડી. પિહઈરિ"વાંહણી તિહાં બહુમૂલો, વેઢમુદ્રિકાનિં સિર ફૂલો; દેવ સરિખું રુપિ થાય, શુભ સુકને આવ્યો જીહાં રાય.
. ૨૧૮ કરી જુહાર ઊભો રહ્યો જ્યારઈ, સીંઘાસણ બઈસણ દઈ ત્યારઈં; પ્રેમ કરી બોલાવ્યો નાથિં, રત્ન મૂક્યું કઈવજ્ઞાનિ હાર્થિ, “રત્ન પરિક્ષા કી જઈ કુમારો!” કયવનો કહઈ “રત્ન સુસારો;” રાય કહઈએ તાહરું રત્નો, રડવડતું મૂકયું નહીંજનો? કોડા કાજિકુમારનિંદીધું, વાહી અધમ કંદોઈઈલીધું; ગજ છૂટયો એ રત્ન મહીમાંહિ, પ્રગટ થયો તવ રત્ન જ્યાંહિ.
... ૨૨૧ કરી ચોર ઝુટીનિ લીધું, તુમનિ તમારું પાછું દીધું; ભલી વસ્તુ કરથી મમ મૂકો, વાણિગ હુંતા કાં તમો ચૂકો ?'' કઈવનો કહઈ“સૂણિ ભૂપાલો!લાડકવાયો છઈ ઘરિબાલો; ઘંટા કાજિતેણિ માંગિ લીધું, જાણું પછઈં કાંઈઈ કીધું?”
. ૨૨૩ ૧. મારે, ૨. ખુવાર, દુઃખી, ૩.છેતરામણ; ૪. પછેડી, ખેંસ; ૫. મોજડી, ૬. રખડતું; છે. જતન, રખોપું.
••. ૨૫o
. ૨૧૯
, ૨૨૦
૨૨૨