________________
૯૨
કહઈવનો સમઝ “અરે એ વિધ્ય કાઢયાની,
ચું વિલિનું હવઈ હીડકઈં એ?' મુકી મનિ નીસાસ રે, તિહાંથી નીકલઈ, આવઈ મંદીર આપણઈ એ ન લહઈ આપ આવાસ રે, લાજઈ મનિ ઘણું, રીષભ કહઈ પાછો વલઈ એ
દુહા : ૫ આધો જઈ પાછો વલઈ, મુહ ઘાલઈ ઘરબારિ; *વિલખો દેખી ઉલખ્યો, ઉઠી કાંતતી નારિ,
... ૧૩૧
••. ૧૩૨
ઢાળઃ ૮ (રાગ : આશાવરી. ગુરુ ગીતારથ મારિગ જોતાં... એ દેશી) નારિ નર તેડ્યો ઘરમાંહિ, “ચું નિરખો નરરાજ?''
સેઠ ધનાવો હો કરતાં લીલા, તે નવિ દીસઈ આજ?'' હો કંતા કી જઈ તુમ ઘરિ સારો . આંચલી “માત તાત પરલોક્ય પહુતાં, તે તુહે મ સંભારો;” જલ લેઈ અંઘોલ કરતો, રુદન કરઈ તિહાં નારયો હો કંતા .... ૧૩૩ ભગતિ કરઈ ભરતારહ કેરી, વસ્ત્ર પહિરવા આલઈ; કઈવનો બઈઠો સ્ત્રી પાસઈ, હાર્થિ પાલકો ઝાલઈ હો કંતા .... ૧૩૪ નારી કહઈ “બઈનાં ત્રિણિ થાસ્થઈ, કરો કાંઈ પેટ ભરાઈ; કઈવન્નો કહઈ “મૂજ નવિ સૂઝઈ, ન લહું ત્રાજવું સાહી' હો કંતા ... ૧૩૫ નારિ કહઈ “પરદેસઈ પધારો, સારથપતી ચાલેઈ; તે તુચ્છ તાત તણો છોઈ મંત્રી, તુમ્હારી સાર કરે ઈ” હો કંતા I... ૧૩૬ દોય આવાસ અડણઈ મુકી, ધનની વાંસણી કરતી; સાલિ દાલિ આટો નઈ લાડુ, તેણઈ કોથલી ભરતી હો કંતા ... ૧૩૦ બાલઈદઈ માહિં મૂકેવા જાઈ, સારથપતિ સુપેઈ; “તુમ "ભતરીજો કાંઈ નવિ જાણઈ, સૂપરિ જાજ્યો લેઈ હો કંતા ... ૧૩૮ કાંઈક લાભ થાઈ તિમ કરજ્યો, મુઝ હાર્થિ સુપેજ્યો; જનમ સુખી એ કાંઈ નવિ સમઝઈ, પ્રેમ નજરિ જ્યોજ્યો” હો કંતા ... ૧૩૯
૧. તિરસકાર; ૨. ઉદાસ; 3. હાથે પાલવઝાલી; ૪. આજીવિકા ચલાવવા; ૫. ભત્રીજો; ૬. જોજો.