________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? ઇચ્છે
ભગવંત, આજ્ઞા પ્રમાણે બેસું છું.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્થણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
(સ્વાધ્યાય માટે ગુરૂજી પાસે આજ્ઞા માંગવી.) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું? ઇચ્છે
ભગવંત, સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપશો. આજ્ઞા માન્ય છે.
ગુરૂ પાસે સ્વાધ્યાય કરવાની રજા માંગવામાં આવે છે. સાવદ્ય યોગના પચ્ચક્ખાણનું યથાર્થ પાલન કરવા માટે સ્વાધ્યાય અનિવાર્ય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
પ્રતિક્રમણ ‘સૂત્ર” એ દોરા જેવું છે અને અર્થ એ સોય જેવો છે. આત્મમંદિરના બારણાને ખોલવા અર્થ એ ચાવીનું કામ કરે છે. આત્મખજાનાને શોધવા માટે “અર્થ” એ સર્ચલાઈટનું કામ કરે છે. અનંતકાળના પરિભ્રમણ પછી પ્રાપ્ત થયેલ ઉત્તમ યોગોને સાધી, પ્રતિક્રમણ દ્વારા કર્મનિર્જરા કરી, જન્મ-જન્માંતરની સાધનાના યોગે જે પરમાત્માના શાસનની સેવાના યોગો મળ્યા છે તે પ્રતિક્રમણ કરતાં કરતાં સાર્થક કરી લેવા.