________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભી૨, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
લોગસ્સ સૂત્રમાં ૨૪ જિનેશ્વરોની નામ-ઉચ્ચારણ પૂર્વક સ્તુતિ કરવામાં આવેલ છે. આ સ્તવના કરીને આરોગ્ય, બોધિ, સમાધિ અને સિદ્ધિની પ્રાપ્તિ માટેની આ સૂત્ર થકી પ્રાર્થના કરાયેલ છે. છેલ્લી ગાથા દ્વારા સિદ્ધભગવંતની સ્તુતિ કરીને મોક્ષસુખ માટેની માંગણી કરેલી છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
મુહપત્તિ પડિલેહણની રજા
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું.