SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ xix ૩૯-નિયાણશલ્ય, ૪૦-મિથ્યાત્વશલ્ય પરિહતું. ચિત્ર નં - ૧૧ (આ ત્રણ બોલ સ્ત્રીઓએ નથી બોલવાના) ૬) એવી જ રીતે બંને હાથમાં મુહપત્તી રાખીને જમણા ખભા પરથી ફેરવીને વાંસાનો (પીઠનો ઉપલો ભાગ) ભાગ પ્રમાર્જતાં મનમાં બોલવું કે... ૪૧- ક્રોધ, ૪૨- માન પરિહતું. ચિત્ર નં - ૧૨ (આ બે બોલ સ્ત્રીઓએ નથી બોલવાના) ૭) તે પછી એવી જ રીતે બંને હાથમાં મુહપત્તી રાખીને ડાબા ખભા પરથી પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે... ૪૩- માયા, ૪૪- લોભ પરિહતું. ચિત્ર નં - ૧૩ (આ બે બોલ સ્ત્રીઓએ નથી બોલવાના) (એ પ્રમાણે પીઠ + વાંસાની ૪ પ્રમાર્જના થઈ. એ ચાર પડિલેહણાને ૨ ખભા+૨ પીઠની પડિલેહણા ગણવાનો વ્યવહાર પ્રસિદ્ધછે.) તે પછી ચરવળા (ઓઘા) થી ડાબા પગના મધ્યભાગે (વચ્ચે) અને ડાબા-જમણા ભાગે એમ ત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે. (પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત ‘રક્ષા કરું’ બોલે) ૪૫-પૃથ્વીકાય, ૪૬-અપ્લાય, ૪૭- તેઉકાયની જયણા કરું. ચિત્ર નં-૧૪ (રક્ષા કરું) ત્યાર બાદ ચરવાળા (ઓઘા) થી જમણા પગના મધ્યભાગે (વચ્ચે) અને ડાબા-જમણા ભાગે એમ ત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૪૮- વાયુકાય, ૪૯-વનસ્પતિકાય, ૫૦- ત્રસકાયની રક્ષા કરું. ચિત્ર નં - ૧૫ (મુહપત્તી + શરીર પડિલેહણ વિશેષ સુયોગ્ય અનુભવી પાસે શીખવા પ્રયત્ન કરવો.) દ્વાદશાવર્ત્ત વંદનનાં ૨૫ આવશ્યક તેમજ ઉપલક્ષણથી મુહપત્તી અને શરીરની ૨૫-૨૫ પડિલેહણા મન-વચન-કાયા સ્વરૂપ ત્રણેય કરણથી ઉપયોગવાળો થઈને અને ઓછા-વધતા અંશ વગર સંપૂર્ણ રીતે પ્રયત્નપૂર્વક જે જીવાત્મા આરાધના કરે છે, તે અધિક-અધિક કર્મ નિર્જરા સાધે છે અને ઉપયોગ વગર અવિધિથી હીન-અધિક આરાધના કરનાર મુનિભગવંત પણ વિરાધક કહેવાય છે.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy