________________
xviii
૧૦) હવે મુહપત્તીને હથેલીના કાંડાથી હાથની આંગળી સુધી ઘસીને લઈ જવી અનેબોલવું કે..૨૩-મનદંડ ૨૪-વચનદંડ, ૨૫-કાયદંડ પરિહરું. (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન કરવામાં આવે છે.) ચિત્ર નં- ૬
શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ (આ બોલ વખતે અત્યંતર પ્રમાર્જન કરવાનું હોવાથી બધી વખતે
પ્રમાર્જનથી ક્રિયા કરવામાં આવે છે.) ૧) હવે આંગળામાં (આંતરામાં) ભરાવેલી મુહપત્તીથી ડાબા હાથની ઉપર બંને બાજુ અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે..૨૬-હાસ્ય, ર૭-રતિ, ૨૯-અરતિપરિહરુ. ચિત્ર નં-૭
૨) એવી જ રીતે ડાબા હાથના આંગળામાં (આંતરામાં) ભરાવેલી મુહપત્તીથી જમણા હાથની ઉપર બન્ને બાજુ અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે....૨૯-ભય, ૩૦- શોક, ૩૧-દુર્ગચ્છા પરિહરું. ચિત્ર નં-૮
૩) પછી આંગલીઓમાંથી મુહપત્તીને કાઢીને, બેવડી જ રાખીને બંને હાથની આંગળીઓના આંતરામાં ગોઠવીને, મુહપત્તીનો નીચેનો ભાગ સીધો રહે તેમ રાખવો. મુહપત્તીથી સુયોગ્ય પ્રમાર્જન થાય તેમ માથાના મધ્યભાગે (વચ્ચે) અને જમણી-ડાબી બે બાજુએ એમ ત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૩૨-કૃષ્ણલેશ્યા, ૩૩-નીલેશ્યા, ૩૪-કાપોતલેશ્યા પરિહરું. ચિત્ર નં-૯ (આ ત્રણ બોલ સ્ત્રીઓએ નથી બોલવાના)
૪) એવી જ રીતે મુહપત્તીથી મોઢાની વચ્ચે અને જમણી-ડાબી બે બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૩૫- રસગારવ, ૩-ઋદ્ધિગારવ, ૩૭-સાતગારવપરિહરું. ચિત્ર નં- ૧૦
૫) એવી જ રીતે મુહપત્તીથી હૃદયની વચ્ચે અને જમણી-ડાબી બે બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે... ૩૮-માયાશલ્ય,