________________
૨૭૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ત્યાગ કરે છે (કરું છું). અચિત્ત પાણીના છ આગાર લેપ (= ઓસામણ આદિપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (કાંજી (છાશની આસનું પાણી તે) નું અપકૃત પાણી તે), અચ્છ (= ત્રણ ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (= ચોખા-ફળ વિગેરેનું ધોવણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિન્થ (= દાણા સહિત અથવા આટાના રજકણ સહિત પાણી તે) અને અસિન્થ (= લુગડાથી ગળેલ દાણા કે આટાના રજકણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). (નોંધ – એક સાથે એક થી વધારે ઉપવાસનું પચ્ચકખાણ લીધા પછી બીજા દિવસે પાણી પીતાં પહેલાં “પાણહાર પોરિસિંથી વોસિરામિ' સુધીનું પચ્ચકખાણ અવશ્ય લેવું જોઈએ. આ પચ્ચખાણ પારવાનો સૂત્ર એક ઉપવાસમાં જણાવ્યા મુજબ જાણવું. તેમાં અબ્બત્તકૅના બદલે જેટલા ઉપવાસ કર્યા હોય તે તે બોલવું જરૂરી છે.)
૮. દેશાવગાસિક પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે
દેસાવગાસિય વિભાગ, પરિભોગે પચ્ચકખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II અર્થ - દેશથી સંક્ષિપ્ત કરેલી ઉપભોગ અને પરિભોગની વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે
ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ – વિરૂદ્રવ્રુવિના...વગેરે ૧૪ નિયમોની ધારણા કરનારે સવારસાંજ આ પચ્ચકખાણ લેવું.)