SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૪૧ શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વરશ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથનેહુવંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા. જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ તેમને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭) (પછી ડાબો ઢીંચણ ઉંચો કરીને “ચઉક્કસાય નીચે મુજબ કહેવું.) સુંદર અલંકાર યુક્ત ભાષામાં મંત્ર ગર્ભિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરેલ છે. ચઉકસાય પડિમલ્લ લૂરણ, દુર્જય મયણ બાણ મુસુમૂરણ, સરસ પિયંગુ વસુ ગય ગામિલે, જયઉ પાસુ ભુવણ ન્નય સામિઉ (૧) જસુ તણુ કંતિ કડપ્પ સિણિદ્ધઉ, સોહઈ ફણિ મણિ કિરણા સિદ્ધઉં, ન નવ જલહર તડિલ્લય લંછિઉં, સો જિણ પાસુ પયચ્છઉ વંછિઉ (૨) ચાર કષાયરૂપ શત્રુનો નાશ કરનાર, દુઃખે જીતાય એવા કામદેવના બાણોને ભાંગનાર, રસવાળી (નીલી) રાયણના જેવા (શરીરના) વર્ણવાળા અને હાથીની જેવી ગતિ વાળા, ત્રણ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જયવંતા વર્તો. (૧)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy