________________
૨૩૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સૂરિમંત્રો – ગતમંત્રાક્ષરીપૂર્વક શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ જય અને શ્રી મંત્રોનું સ્મરણ ઉપદ્રવને વ્યાધિને દુર કરી ઇચ્છિત ફળ આપે છે. ૐ નમો વિષ્પો સહિ પત્તાણું સંતિ સામિ પાયાણં, ઝીં સ્વાહા મતેણં, સવા સિવ દુરિઅ હરણાર્ણ (૨) ૐ સંતિ નમુક્કારો, ખેલોસહિમાઈ લદ્ધિ પત્તાણું,
સૌં હ્રીં નમો સવોસહિ પત્તાણં ચ દેઇ સિરિ (૩) વિપુડીષધિ (જે લબ્ધિના પ્રભાવે, વિષ્ટા (ઘૂંક) રોગને શમાવનારી થાય છે) શ્લેખૌષધિ (કફ આદિ માટે ઔષધિરૂપ હોય) સર્વોષધિ (જેના શરીરના સર્વ પદાર્થો ઔષધિરૂપ હોય) આદિ લબ્ધિઓને પામેલા તથા સર્વ ઉપદ્રવને દૂર કરનારા, એવા શ્રી શાંતિનાથ ભગવાનને “ૐ નમ:, ઝીં સ્વાહા તથા
સૌ હનમઃ” આવા મંત્રાક્ષરીપૂર્વક નમસ્કાર હો. શ્રી શાંતિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર લક્ષ્મીને આપેછે. (૨,૩)
(આ બે ગાથામાં સૂરિમંત્રના પદો છે.)
એકંદરે જૈનશાસનના સર્વે રક્ષકો તરફથી રક્ષા સરસ્વતીદેવી, ત્રિભુવન સ્વામીની દેવી, શ્રીદેવી, ગણિપીટક, ગ્રહો,
દિપાલ ઇન્દ્રોનું સ્મરણ વાણી તિહુઅણ સામિણિ, સિરિદેવી જખરાય ગણિપિડગા,
ગહ દિસિપાલ સુરિંદા, સયા વિ રમુખતુ જિણભત્તે (ઈ
સરસ્વતી (શ્રુતદેવી), ત્રણ ભુવનની સ્વામિની (ત્રિભુવન સ્વામિની), શ્રી દેવી લક્ષ્મીદેવી), યક્ષરાજ ગણિપિટક, ગ્રહો, દિપાલો, દેવેન્દ્રો નિરંતરનિત્ય-સદા કાળ માટે જિનેશ્વર ભગવંતોના ભક્તોનું રક્ષણ કરો. (૪)
સોળ વિદ્યાદેવીનું સ્મરણ રકખંતુ મમ રોહિણી, પન્નત્તી, વજ્જસિંખલા ય સયા, વર્જકુસી, ચક્કસરી, નરદત્તા, કાલી, મહાકાલી, (૫)