________________
૨૩૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(‘નમો અરિહંતાણં’ કહી કાઉસ્સગ્ગ પારીને પછી પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્યયરે જિણે, અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિએં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પહું સુપાસ, જિણં ચ ચંદુપ્પ ́ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંત ચ જિણ, ધમ્મ સંતિ ચ વંદામિ, (૩) કુંછું અરેં ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણું ચ,
વંદામિ રિકનેમિ, પાસું તહ વન્દ્વમાણું ચ. (૪) એવં મએ અભિક્ષુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હુંવંદન કરુંછું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને,