________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૧
અહં તિર્થીયર માયા, સિવાદેવી તુમ્હનયર નિવાસિની, અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમ સિવં ભવતુ સ્વાહા (૩) (૨૨) સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીઓનો સમુદાય બીજાના હિતમાં તત્પર થાઓ, દોષો નાશ પામો અને સર્વઠેકાણે લોકો સુખી થાઓ. (૨) (૨૧) હું નેમિનાથ તીર્થંકરની માતા શિવાદેવી તમારાં નગરમાં રહેનારી છું. અમારું કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ. વિનનો નાશ અને કલ્યાણ થાઓ. (૩) (૨૨)
(અનુષ્ટ્રપ) ઉપસર્ગા ક્ષય યાંતિ છિદ્યતે વિદન વલ્લયા, મનઃ પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે (૪) (૨૩)
સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ્,
પ્રધાન સર્વ ધર્માણાં જૈન જયતિ શાસનમ્ (૫) (૨૪) શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી ઉપસર્ગો ક્ષય પામે છે. વિઘ્નરૂપી વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. (૪) (૨૩) સર્વ મંગલોમાં મંગલકારી, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું શ્રી જૈનશાસન જય પામે છે. (૫) (૨૪)
શ્રી હરિભદ્રસૂરિ મહારાજના સંસારી અવસ્થાના ભાણેજો હંસ અને પરમહંસ - જે પાછળથી તેમના શિષ્યો બન્યા. તેઓ બંને બૌધશાળામાં ભણવા ગયા, પરંતુ ત્યાં તેમને જૈન જાણી મારી નાંખવાની ગોઠવણ થઈ. તેથી તેઓ બંને ત્યાંથી નાઠા. પરંતુ રસ્તામાં એકને મારી નાખવામાં આવ્યા અને બીજા શિષ્ય બહાદુરી સાથે ઠેઠ ઉપાશ્રય સુધી આવી પહોંચી પાસેનું પુસ્તક ઉપાશ્રયમાં ફેક્યું અને તે પછી બૌધ ભિક્ષુકોએ તેમને મારી નાખ્યા. પછી ભિક્ષુકો પૂ.શ્રી હરિભદ્ર સૂરિશ્વરજીની બીકે નાસી ગયા. તે પુસ્તકમાંથી આ ‘બ્રહશાંતિ સૂત્ર” મળી આવેલું છે. ઉપસંહારમાં “શીવાદેવીનું નામ જે શ્રી અરિષ્ઠ નેમિ ભગવંતનો માતા શીવાદેવીરૂપે હોઈ શકે. અને આ સ્તોત્ર જ એ દેવીએ બનાવીને શ્રી સંઘને અર્પણ કર્યું હોય અને આ પ્રમાણે આશીર્વાદ આપીને ગયા હોય.