________________
૨૨૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩– ઉધરસ આવવાથી, ૪છીંક આવવાથી, ૫- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તના પ્રકોપ વડેમૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનોસંચાર, થૂંક-કફનો સંચાર, દષ્ટિનોસંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
અરિહંતના અનંતજ્ઞાનાદિ ગુણોની સ્મૃતિ થતાં, જ્યારે હૈયામાં અરિહંત પરમાત્મા પ્રત્યે અહોભાવ અને આદરભાવ જાગે ત્યારે એ આદરપૂર્વક જો અરિહંતના નામનું સ્મરણ કરવામાં આવે તો તે નામ સ્મરણાદિથી પુણ્યબંધ અને કર્મનિર્જરા થાય છે. આવા નામસ્મરણાદિ પરંપરાએ પરમપદની પ્રાપ્તિનું કારણ બને છે.