________________
૧૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
બોહિલાભ વત્તિઆએ, નિરુવસગ્ગ વત્તિઆએ (૨) સદ્દાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હું સર્વ લોકના શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગકરુંછું. (૧,૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વની વિચારણા) પૂર્વક હુંકાર્યોત્સર્ગ કરુંછું. (૩)
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગ્ગ, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ.
(૪)
(e)
(૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧)
સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થૂંક-કફનોસંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨)