________________
૧ ૬૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે- તુË પિ વટ્ટએ તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું =એમ જ છે) (૫) (શિષ્ય કહે) - હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલા દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (કફૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપમારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
(પછી બંને હાથ જોડી મસ્તકે લગાવી નીચેનું સૂત્ર બોલવું.) આવશ્યક ક્રિયામાં સર્વ જીવ રાશિ અને પૂજ્યોને ખમાવવા સાથે વિશિષ્ટ ક્રિયાનો સમાવેશ
(કષાયોની ક્ષમા). (ચરવળાવાળાઓએ ઉભા થઈ, હાથ જોડી વંદન મુદ્રા કરવી.)
આચાર્યોની ક્ષમા આયરિય ઉવઝાએ, સીસે સાહસ્મિએ કુલ ગણે અ,
જે મે કઇ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ (૧)
ગુરૂ ભગવંત અને આપણી વચ્ચે જે અંતર રખાય છે, તે અવગ્રહ કહેવાય છે. ગુરૂ ભગવંતની આજ્ઞા વગર તેઓના અવગ્રહમાં પ્રવેશ કરવો, તે એક પ્રકારનો અવિનય કહેવાય છે. વાંદણામાં આજ્ઞા માંગીને બે વાર પ્રવેશ કરાય છે.