________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૩૫
(જ્ઞાનના અતિચાર) જંબદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્રસચૅહિં,
રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિહામિ. (૪) અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગઈ કરું છું. (૪)
(સમ્ય દર્શનના અતિચાર) આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓને અ નિઓગે, પડિક્કમે સંવચ્છરીએ સળં. (૫) શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી મિથ્યાષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં, તેમજ ફરવામાં સંવત્સરી સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૫)
(સમ્યકત્વ ના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગસુ, સમ્મત્તસ્સ ઇઆરે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. () છક્કાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા,
અgટ્ટા ય પટ્ટા, ઉભયટ્ટો ચેવ તે નિંદે. (૭)
૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા પ- જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યક્ત્વવ્રતના અતિચાર છે, હું સંવત્સરી સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. (૬)