________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧-અરિહંત ભગવંત ૨- સિદ્ધભગવંત ૩- સાધુ ભગવંત ૪-શ્રુત (જ્ઞાન) ધર્મ અને ૫- ચારિત્રધર્મ : આ પાંચેય મને મંગલ ભૂત હો. (વળી) સમ્યગ્દષ્ટિ દેવતાઓ (મને) સમાધિ અને સમક્તિ આપો.(૪૭)
(કયા કારણે પ્રતિક્રમણ કરવું) પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું,
અસદ્દહણે આ તહા, વિવરીઅ પરૂવણાએ અ. (૪૮) ૧- શાસ્ત્રમાં ના પાડેલ કામ કર્યું હોય ૨- શાસ્ત્રમાં કહેલ કરવા યોગ્ય શુભ કામ ન કર્યું હોય ૩- જિનેશ્વર પરમાત્માના વચનમાં વિશ્વાસ ન કર્યો હોય અને ૪- શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી પાછા ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. (૪૮)
(સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના) ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી એ સવ્વ ભૂએસુ, વેર મઝ ન કેણઈ. (૪૯) એવમહં આલોઇએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમ્મ,
તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસ. (૧૦) હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રી ભાવછે, કોઈ જીવ સાથે મારે વેર નથી. (૪૯) આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અને) સારી રીતે દુર્ગછા કરીને મન-વચન-કાયારૂપ ત્રિવિધે પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો) હુંચોવીશે જિનેશ્વરને વંદન કરું છું. (૫૦)
જે વીસ સ્થાનકોનું ઉલ્લાસપૂર્વક આરાધન કરવાથી પુરુષોત્તમપદ' ની પ્રાપ્તિ થાય છે, તેમાનું એક સ્થાનક ‘વંદિતુ સૂત્ર’ એ પ્રતિક્રમણ સૂત્રમાં આવશ્યક સૂત્ર છે. એટલે તેની ઉપાદેયતા શ્રમણ અને શ્રાવક એ ઉભયને માટે એક સરખી છે. શ્રાવક ધર્મને લગતા સંભવિત અતિચારોના આલાપકો આ સૂત્રમાં સર્વેને આપ્યા છે. તેથી શ્રાવકોએ પ્રતિદિન પોતાના વ્રતમાં લાગેલા અતિચારોની નિંદા અને ગદ્વારા પ્રતિક્રમણ કરવું સમુચિત છે.