________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૬૯
હું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું – કારણકે મેં દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉસૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય, જે વિરાધ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
(આ સૂત્ર શ્રાવકનું છે. આમાં મુખ્ય બાર વ્રતધારી તથા વ્રત વિનાનાં શ્રાવક-શ્રાવિકાનાં જીવન વહેવારો કેવા હોવા જોઈએ, પંચાચારનાં આચરણમાં લાગેલાં દોષો, આ બધાયનું નિંદા-ગ દ્વારા પ્રતિક્રમણ કરવાનું બતાવ્યું છે.)
આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા - ગહ તથા આત્માને પવિત્ર કરે
તેવી ભાવનાઓ છે.
વિંદિતુ સવૅસિદ્ધ, ધમ્માયરિએ આ સવ્વસાહૂ અ, ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગ ધમ્માઈ આરસ્સ. (૧)
સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વ સાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપ પાપ) થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું. (૧)
| (સામાન્યથી સર્વ વ્રતના અતિચાર) જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિતે અ,
સુહુમો આ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. (૨) વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચરિત્રાચાર સંબંધી આચારમાં