________________
108
આત્મ સેતુ
પરમ પૂજ્ય બહેનશ્રીના પરિચયમાં આવ્યા પહેલાના અમારા સંસ્મરણો, સત્સંગી પરિવારના સ્વમુખેથી :
“ધર્મની કોરી પાટી હતી, પૂ. ગુરૂદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો સાંભળી, વિચારી... કક્કો, બારાખડીથી શરૂઆત કરી પાયો પાકો કરતા ગયા. આમ કરતા કરતા નિશ્ચયની જડતા આવી ગઈ તેથી કુટુંબની અવગણના, જવાબદારીઓ તરફ બેદરકારી અને સંસાર તથા ધર્મ એવા બે ભાગ પડી ગયા.“
“કષાયો મોળા પડતા ન હતા, અંદર કાંઈ ફેર પડતો ન હતો, પ્રેમ વધતો ન હતો, ધર્મનું આચરણમાં કાંઇ આવતું ન હતું.”
સમજીએ છીએ બધું, છતાં વ્યવહારમાં અને આચરણમાં કાંઈ નથી આવતું. ઘણીય વાર દંભ કરતાં હોઈએ તેમ લાગે. સત્સંગમાં બધું સમજાય પણ પછી હતા એવા ને એવા.“
અમે અટક્યા હતા આત્માની મહત્તા વધારવા પર, રુચિ વધારવા પર, પણ ઘાંચીના બળદની જેમ ફરી ફરીને હતાં ત્યાંના ત્યાં જ રહેતાં હતાં.“
“કાંઈક જૂદુ કરવાની જરૂર લાગી, પણ શું એ ખબર ન હતી.”
નિશ્ચયની પકડ ખુબ હતી અને શરીરની અવગણના થતી. વર્તમાનની હકીકતની અવગણના કરી આગળ વધવા હવામાં મહેલ ચણતા હતા.“
“ત્રિકાળી ધ્રુવ આત્માની એટલી ખોટી પકડ હતી કે શરીર, ધ્યાન, શ્વાસ.... વિ.માં જો આત્મા શબ્દ ન આવે તો સાચો માર્ગ હોવા છતાં એ તરફ દૃષ્ટિ ન જતી, ઉલટી અવગણના થતી.“
“પહેલેથી છેલ્લે સુધીના પગથીયાં ન મળે ત્યાં સુધી સંતોષ નહોતો થતો અને એ પગથીયાં મળે એટલે તે ગોખાઈ જાય પણ કાર્ય રહી જાય.“
“પોપટની જેમ આત્માની રુચિ, મહત્તા વધારવી છે એવું બોલતા, પણ ઘાંચીના બળદની જેમ ત્યાંના ત્યાંજ.”
“શ્વેતાંબર, મૂર્તિપૂજક, દેરાવાસી, ક્રિયાકાંડ, પાઠશાળા, પ્રતિક્રમણ, બધું ગોખી નાખ્યું, હવે વિરોધાભાસ ઉભો થાય છે - ક્રિયાકાંડ કરવાં કે આત્મામાં જવું? નિશ્ચય, વ્યવહારની સંધિ થઈ શકતી ન હતી અને જીવન અને ધર્મ એમ બે વિભાગ પડી ગયા હતા.”
“પુદ્ગલ એ શું છે? જાણવાની જીજ્ઞાસા થઈ. સાથે સાથે છોકરાંવ જશે ત્યારે ખાલીપો ભરવાની જરૂરિયાત લાગી એટલે સત્સંગમાં આવતા થયા અને રસ પડવા લાગ્યો.”
“ધર્મ કેવી રીતે કરવો? - જેમકે આત્માની રુચિ વધારવી, ક્રોધ, માન, માયા, લોભ, વાસના કેવી રીતે ઓછા કરવા... તેનો કોઇ ખ્યાલ હતો નહીં.”