________________
આત્મ સેતુ
107
બહેનશ્રી : હા. જો થઈ શકે તો.
સત્સંગી : આંખો ઊંધી ક્યાંથી થાય?
બહેનશ્રી : તો મન ચતું કરવું, અને આંખો બંધ કરવી! આંખો બંધ કરી જુઓ, શું દેખાય છે? આંખો બંધ કરી, શ્વાસને સાંભળી જુઓ. આંખો બંધ કરી, તમારી અંદરથી આવતી ગંધ પારખો. આંખો બંધ કરી, તમારો પોતાનો સ્વાદ ચાખો. આંખો બંધ કરી, ચેતનાનો સ્પર્શ અનુભવો! આવો, બેસો, થોડીવાર કંઈ ન કરો. વિચારના વહેણને વહેવા દો, આશાના તરંગોને ફેલાવા દો, તમે અટકી જાઓ, જોયા કરો! માન-અપમાનના ઘા રૂઝાવા દો, અહંકારના અગ્નિને બૂઝાવા દો, અંતરને આરામ આપો! મન પરનો બોજો સરી જવા દો, તમને તમારો પોતાનો સ્પર્શ થવા દો. હળવાશ આવવા દો. આપણી અંદર કંઈક જાગે છે, જે જાગે છે તેની સાથે જાગતા રહો, હળવાશ ભરી જાગતી પળોની તાજગી, દિવસો સુધી સાથે રહેશે. આવો, બેસો. પ્રેમ ભરી પવિત્રતા પ્રગટવા દો.
થોડી વાર કંઈ ન કરો!
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀