________________
(90
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
સમ્યફચારિત્રના સંદર્ભમાં પરિણામ અને અભિપ્રાય
અહીં વિષય-ભોગોની ક્રિયા અને પરિણામના સંદર્ભમાં અભિપ્રાયની ચર્ચા કરવાનું પ્રકરણ નથી. અહીં તો જેને સમ્યફચારિત્ર કહેવામાં આવે છે, એવી ક્રિયા અને તદાનુકૂળ મંદ કષાયરૂપ પરિણામો પાછળ અભિપ્રાયની વાસનાનું વિશ્લેષણ કરવાનું પ્રકરણ છે; કારણકે તેને જ લઇને આ જીવા મહાવ્રતોનું નિર્દોષ આચરણ તેમજ તે અનુસાર મહામંદકષાયરૂપ પરિણામ થયા બાદ પણ મિથ્યાદૃષ્ટિ જ રહે છે, મોક્ષમાર્ગી નથી બની શકતો.
જો આપણને સંસારના દુ:ખોથી છૂટવાની ઊંડી ખેવના હોય, શાશ્વત અતિક્રિય આનંદ પ્રાપ્ત કરવાની અત્યંત લગની હોય તો આપણે અભિપ્રાયની વાસના અર્થાત્ મિથ્યા માન્યતાઓનું સ્વરૂપ સમજી યથાર્થ તત્ત્વશ્રદ્ધાન વડે તેનો સમૂળગો ક્ષય અવશ્ય કરવો જોઇએ. યથાર્થ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવાથી જ સમ્યફચારિત્ર થાય છે અને તેની પૂર્ણતા થયા બાદ જ મુક્તિ મળે છે.
પંડિત ટોડરમલજીએ સમ્યફચારિત્ર માટે વ્યવહારાભાસીઓં દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં વિપરીતતાનું વર્ણન કરતા નીચે કહેલ બે પ્રકારની પરિસ્થિતિઓનું ચિત્રણ કર્યું છે :
(અ) જયારે ક્રિયા તો સમ્યફચારિત્ર જેવી છે, પરંતુ પરિણામોમાં વિષયકષાયનો સદ્ભાવ હોય અર્થાત્ શુભભાવ પણ ન હોય, તથા અભિપ્રાયમાં વિપરીતતા હોય.
(બ) જયારે ક્રિયા તો શાસ્ત્રોક્ત હોય અર્થાત્ અણુવ્રત-મહાવ્રતાદિક નું નિર્દોષ પાલન હોય અને પરિણામ પણ તે ક્રિયાને અનુરૂપ મહામંદકષાયરૂપ હોય; પરંતુ અભિપ્રાયમાં પરદ્રવ્યોમાં એકત્વબુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, ભોકતૃત્વબુદ્ધિ તથા વિષયોમાં સુખબુદ્ધિ હોય.
અહીં ઉપર જણાવેલા બન્ને પરિસ્થિતિઓનું વિશ્લેષણ સાતમા અધિકારના વ્યવહારાભાસી પ્રકરણમાં કરવામાં આવેલ “સમ્યફચારિત્રનું