________________
૬૮
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
પરિણામોની પરંપરા’ નો વિચાર કરવા પર “અભિપ્રાયની વાસના' ને ન જાણવાની વાત કરી છે, માટે આ શબ્દના ભાવને વધારે ઊંડાણપૂર્વક સ્પષ્ટ કરવો અપેક્ષિત છે.
અભિપ્રાયની વાસના” નો આશય આપણી વિપરીત માન્યતાનો જ છે. જો કે લોકમાં “વાસના” શબ્દનો પ્રયોગ મનની ઊંડાઇમાં પડેલી ભોગોની અભિલાષા દર્શાવવા માટે કરવામાં આવે છે છતાં અહીં ‘વાસના” શબ્દનો પ્રયોગ સાતે તત્ત્વો સંબંધીની વિપરીત માન્યતાના અર્થમાં કરી પંડિતજીએ તેને ઘણું જ વ્યાપક સ્વરૂપ આપ્યું છે.
. પ્રશ્ન:- એ કેમ સિદ્ધ કરાય કે પંડિત ટોડરમલજીએ “અભિપ્રાયની વાસના” શબ્દનો પ્રયોગ સાતે તત્ત્વો સંબંધીની ભૂલના અર્થમાં કર્યો છે?
ઉત્તર :- મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં પાના ૨૫૧ - ૨૫૯ સુધી દ્રવ્યલિંગી મુનિના અભિપ્રાયનું સ્વરૂપ સ્પષ્ટ કરવા પંડિતજીએ તેમના મિથ્યાત્વનું જ વર્ણન કર્યું છે, માટે આ વાત એની મેળે જ સિદ્ધ થઇ જાય છે. પ્રસંગાનુસાર આગળ પણ તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવશે.
અભિપ્રાયની વાસના' સમજવા માટે નીચે જણાવેલ ઉદાહરણ વધારે ઉપયોગી સિદ્ધ થશે.
એક વ્યક્તિને મધુપ્રમેહ (ડાયાબીટીસ) નો રોગ થયો હતો. ડૉકટર વડે સખત ચેતવણી અપાતા તેણે મીઠાઇ, ગળ્યાં ફળો વગેરે બધું જ ખાવાનું બંધ કરી દીધું.
જો કે તેની મીઠાઇ ખાવાની ક્રિયા તો બંધ થઇ ગઇ તો પણ પહેલાની ટેવ હતી, માટે તેને મીઠાઇ ખાવાની ઇચ્છા તો જરૂર થતી હતી; અર્થાત્ મીઠાઇ ખાવાની ક્રિયા થતી ન હતી, પરંતુ પરિણામ (ઈચ્છા) અવશ્ય થતા હતા.
ઘરવાળાઓનો વારંવાર ઠપકો મળતા તથા મૃત્યુના ભયથી મીઠાઇ ન ખાવાથી થોડા જ દિવસોમાં જાણે તે મીઠાઇનો સ્વાદ જ ભૂલી ગયો. હવે મીઠાઇની યાદ પણ આવતી ન હતી, ખાવાની ઇચ્છા અને ક્રિયાની તો વાતા જ શું કરવી ? અર્થાત્ હવે મીઠાઇ ખાવાની ક્રિયા અને પરિણામ બન્ને બંધ