________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., ૫. અને અ. ૫૭ ચારિત્રવંત શ્રાવક કે સાધુઓ સમાન વ્રત, શીલ, સંયમાદિરૂપ ક્રિયાઓ તેની પણ હોય છે, તે તેને જ ધર્મ માની તેનું નિર્દોષ પાલન કરે છે.
અહીં એ વાત વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે કે જેમની ક્રિયા નિર્દોષ અર્થાત્ આગમાનુકૂળ છે, અહીં' તેમના જ પરિણામ અને અભિપ્રાયનું વિશ્લેષણ કરવાનું છે. જેમની ક્રિયાનું જ ઠેકાણું નથી અર્થાત્ જે પાપાચરણથી રંગાયેલા છે - એવા ગૃહસ્થોની તથા જેમનું ધર્માચરણ પણ આગમાનુકૂળ નથી, એવા કથિત ધર્માત્માઓની અહીં વાત નથી.
બાહ્ય ક્રિયાઓનું નિર્દોષ આચરણ કરનારાઓના પરિણામની ચર્ચા કરતાં જ એમ કહ્યું છે કે ‘પરિણામ સુધરવાનો-બગડવાનો વિચાર નથી’. પ્રશ્ન:- પરિણામ સુધરવા કે બગડવાનો શો અર્થ છે ?
ઉત્તર :- આપણું પ્રયોજન દુ:ખ દૂર કરવાનું અને સુખી થવાનું છે, અને મોહ-રાગ-દ્વેષ વગેરે બધા વિકારીભાવો દુઃખરૂપ અને દુ:ખનું કારણ હોવાથી બગડેલાં પરિણામો છે, તથા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વાશ્રિત વીતરાગી પરિણામ સુખરૂપ અને સુખના કારણો હોવાથી સુધરેલા પરિણામ છે. સાધારણ રીતે બગડવા-સુધરવાનો આ જ અર્થ છે. પરંતુ અહીં ક્રિયાના સંદર્ભમાં બગડવા-સુધરવાનો અર્થ કરવો જોઇએ. માટે જેવી ધાર્મિક ક્રિયા થઇ રહી હોય તે સમયે એવા જ ભાવ ન હોવા, તેથી વિપરીત ભાવ હોવા, બગડેલા પરિણામ છે તથા તેવા જ ભાવ હોવા સુધરેલા પરિણામ છે.
પ્રશ્ન :- જો પૂજન કરતી વખતે પ્રવચન સાંભળવાના કે પ્રવચન સાંભળતી વખતે પૂજન કરવાના ભાવ થાય તો તે પરિણામ સુધરેલા ગણાશે કે બગડેલા ?
ઉત્તર :- બન્ને કાર્યમાં અશુભથી બચવાના ઉદ્દેશની પૂર્તિ માટે તેમને બગડતા કહેવામાં સંકોચ થાય છે, પરંતુ ચિત્તની વૃત્તિ ચંચલ થઇ છે - એ અપેક્ષાએ તો બગડેલા જ કહેવાશે, કારણ કે તે પૂજન કરે છે અને ત્યાંથી ચિત્ત ખસીને બીજે ઠેકાણે જાય છે તો તે ભાવોમાં શિથિલતા થઇ. જો કોઇ વિદ્યાર્થી ગણિતના વર્ગમાં અંગ્રેજીની ચોપડી વાંચે તો તે દંડને પાત્ર ઠરશે કે પ્રશંસાને પાત્ર વાસ્તવમાં તે દંડનીય જ હશે. જો તે ગણિતમાં હોશિયાર