________________
પ૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
બાહ્ય-ધર્માચરણપર વિપરીત અભિપ્રાયનો આરોપ કરી ક્રિયાઓને જ મિથ્યાભાવ રૂપે પ્રસ્તુત કરી છે.
પ્રશ્ન :- મિથ્યાભાવ શબ્દના અર્થમાં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સામેલ છે તો આપ મિથ્યાભાવનો અર્થ માત્ર અભિપ્રાય શા માટે કરો છો?
ઉત્તર :- વિપરીત અભિપ્રાય થયા બાદ જ એ ત્રણે મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે, માટે મુખ્યતાની અપેક્ષાએ મિથ્યાભાવ શબ્દનો અર્થ વિપરીત અભિપ્રાય કરવામાં કાંઈ દોષ નથી.
ક્રિયાઓ પર શુભાશુભ પરિણામોનો આરોપ કરી તેમને શુભક્રિયા કે અશુભક્રિયા કહેવાના પ્રયોગોથી તો આખો જિનાગમ ભરેલો છે; પરંતુ ક્રિયાઓ પર વિપરીત અભિપ્રાયનો આરોપ કરી તેમને મિથ્યા કહેવાના પ્રયોગો બહુ ઓછાં છે.
આવી રીતે શુભભાવો પર વિપરીત અભિપ્રાયનો આરોપ કરી તેમને શુભરૂપ મિથ્યા પ્રવૃત્તિ કહેતા તે લખે છે :
અહીં એમ જાણવું કે - વ્યવહારધર્મની પ્રવૃત્તિથી પુયબંધ થાય છે માટે પાપ-પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી, પણ જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ મિથ્યાપ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ.”
આ ગઘાંશમાં ‘શુભરૂપ મિથ્યાપ્રવૃત્તિ” શબ્દનો પ્રયોગ શુભભાવા તેમજ શુભક્રિયામાં મિથ્યા અભિપ્રાયનો આરોપ કરીને કરવામાં આવ્યો છે.
પંડિતજીએ વ્યવહારાભાસી મિથ્યાષ્ટિના ચાર પ્રકાર કહ્યાં છે, જે આ પ્રમાણે છે -
(૧) કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી -પૃષ્ઠ ૨૨૨ થી ૨૨૪ (૨) પરીક્ષા રહિત આજ્ઞાનુસારી ધર્મધારક વ્યવહારાભાસી
- પૃષ્ઠ ૨૨૪ થી ૨૨૭