________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
પ૧
મજબૂત ખૂટે બંધાયું છે. ૧૦ ફૂટના ઘેરાવામાં તે ગાય સ્વતંત્રતા પૂર્વક હરી ફરી શકે છે. ચાહે તો બેસે, ફરે કે સૂઇ જાય, ખૂટો તેમાં કાંઇ પણ હસ્તક્ષેપ કરશે નહીં. ૧૦ ફૂટના ઘેરાવામાં ફરવામાં દોરડાનો ફાળો છે, ખૂંટાનો નહી; પણ તે ઘેરાવાની બહાર નીકળી શકતી નથી, તેમાં ખૂંટાની જ કમાલ છે. જો ખૂંટો ઉખડી જાય તો તે ગાય ગળામાં દોરડું બંધાયેલ હોવા છતાં ઘેરાવાની બહાર નીકળી જઇ ભાગી જશે.
એ પ્રમાણે આ જીવ શુભાશુભ ભાવરૂપી દોરડાથી બંધાઈ ચારે ગતિઓમાં ઘૂમી રહ્યો છે, પણ દોરડું મિથ્યાત્વરૂપી ખૂંટાથી બંધાયેલું છે, માટે જીવ ચારગતિના ઘેરાવામાંથી બહાર નીકળી શકતો નથી. મિથ્યાત્વનો ખૂંટો ઉખડી જાય ત્યારે તે ઘેરાવામાંથી બહાર આવે છે અર્થાત્ મુક્તિમાર્ગ પ્રારંભ થઇ જાય છે, ભલે હજુ થોડોક વખત પુણ્ય-પાપનું દોરડું બંધાયેલું રહે પરંતુ તેને ઘેરાવાની અંદર બાંધી શકતું નથી અર્થાત્ અનંતાનુબંધી બંધ થતો નથી.
આમ સંસાર ભ્રમણનો અંત ન થવામાં મૂળ કારણ વિપરીત અભિપ્રાય જ છે.
પ્રશ્ન - ૧. આપણા જીવનમાં બાહ્ય ક્રિયાઓનું સ્થાન શું છે ? ક્રિયાનો
પ્રભાવ કેવા પ્રકારે જોવામાં આવે છે? સ્પષ્ટ કરો. ૨. પરિણામોનો પ્રભાવ આપણાં પોતાના જીવનમાં અને
બીજાઓના જીવનમાં કેવા પ્રકારે પડે છે ? ઉદાહરણ સહિતા
સ્પષ્ટ કરો. ૩. એક જ ક્રિયા કરતી વખતે બે જીવોના પરસ્પર વિરૂદ્ધ પરિણામ
કેવા હોઇ શકે છે? ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો.