________________
४८
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
સમજમાં આવે છે, પરંતુ મિથ્યાત્વ દેખાતું નથી. દુનિયા તેનાથી સાવ અપરિચિત છે. આ તો જૈનદર્શનની સર્વાધિક વિશેષતા છે કે તે મિથ્યાત્વને સંસારનું મૂળ કારણ તથા સમ્યકત્વને મોક્ષ તેમજ મોક્ષમાર્ગનું કારણ કહે
છે.
હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ – એ પાંચ પાપોથી તથા તેના અનિષ્ટફળથી દુનિયાના અધિકાંશ લોકો પરિચિત છે અને તેમને ખરાબ જાણી છોડવા પણ ઈચ્છે છે. અન્ય ધર્મોમાં તેમને ખરાબ તો કહ્યાં છે, પરંતુ જૈનદર્શન સિવાય અન્ય કોઈ દર્શનમાં મિથ્યાત્વ વિષે આવું ગહન ચિંતના જોવા મળતું નથી.
હિંસાદિ પાંચપાપડાકુ સમાન છે. જેમ કોઇડાકુને જોઇનાનું બાળક પણ ડરે છે અને જાન બચાવવાનો પ્રયત્ન કરે છે, કારણ તે તેની વેશભૂષા તથા અવાજથી ઓળખી લે છે કે આ ડાકુ છે અને મારે તેનાથી બચવું જોઈએ. તેમજ સામાન્ય માણસ પણ હિંસાદિ પાંચપાપોથી ડરે છે. તેને ખરાબ જાણી છોડવાના પ્રયત્ન પણ કરે છે પણ મિથ્યાત્વ તો ડાકુ નથી બલકે ઠગ છે. ડાકુ ખુલ્લે ખુલ્લી ચેતવણી આપી લૂંટે છે, ત્યારે ઠગ મીઠું-મીઠું બોલી આપણો હિતચિંતક બની લૂંટે છે, પાછળથી વાર કરે છે. સારા સારા બુદ્ધિમાના લોકો પણ ઠગોની જાળમાં ફસાઈને લૂંટાઈ જાય છે, કારણ તે છુપો દુશ્મન છે.
હું મારા વિદ્યાર્થી જીવનમાં નિશાળમાં ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીને દિવસે એક દેશભક્તિનું ગીત સાંભળતો; જેની પંક્તિઓ સ્મૃતિપટલ પર હંમેશાં અંકિત રહે છે - જે નીચે મુજબ છે.
બિગુલ બન રહા આઝાદી કા ગગન ગુંજતા નારોં સે, મિલા રહી હૈ આજ દેશકી મિટ્ટી નજર સિતારોં સે, એક બાત કહની હૈ લેકિન આજ દેશ કે પ્યારોં સે, જનતા સે નેતાઓ સે ફૌજો કી ખડી કતારોં સે | સહલકે રહેના અપને ઘરમે છિપે હુએ ગદ્દારો સે |