________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૩૯
ક્રિયાથી બંધ-મોક્ષ, સુખ-દુ:ખ વગરે કદી હોતા જ નથી, અર્થાત્ જીવ માટે બાહ્ય ક્રિયાનું ફળ શૂન્ય છે, અકિંચિત્કર છે. બાહ્ય-ક્રિયાપ્રધાન જગતને આ વાત અસત્ય, અટપટી અને એકાન્ત વગેરે ન જાણે કેવી લાગશે? પરંતુ આગમ, યુક્તિ અને અનુભવની કસોટી પર ચકાસવામાં આવે તો જણાશે કે વસ્તુસ્વરૂપ એવું જ છે.
એક શિકારી જંગલમાં દોડતા હરણ પર ગોળી છોડે છે, પણ લક્ષ્ય ચૂકી જવાથી તે હરણ બચી જાય છે. હવે તમે જ કહો કે શિકારીને હિંસાનું પાપ લાગશે કે નહીં? કોઈ સમજુ વ્યક્તિ કહેશે કે તેને હિંસાનું પાપ અવશ્ય લાગવું જોઇએ. ત્યારે હું પૂછું છું કે શા માટે લાગવું જોઇએ ? હરણ તો મર્યું નથી. ત્યારે તે એમ જ કહેશે કે હરણનું મરવું કે બચવું તેના આયુકર્મના ક્ષય કે ઉદયને આધિન છે, પરંતુ તે શિકારીએ મારવાનો ભાવ તો કર્યો જ હતો. માટે બંધ તો પરિણામથી થયો, ક્રિયાથી નહીં.
પ્રશ્ન :- તેણે મારવાનો પ્રયત્ન તો કર્યો છે ને ?પછી તેને હિંસાનો બંધ થવાના કારણોમાં પ્રયત્નને પણ કેમ ન ગણાય?
ઉત્તર :- પ્રયત્નરૂપી ક્રિયા પર પરિણામોનો આરોપ કરી અભૂત વ્યવહારનયથી પ્રયત્નને પણ બંધનું કારણ કહી શકાય છે. આગમમાં પણ કહેવામાં આવે છે; પરંતુ અહીં તો એવો વિચાર કરવો કે વાસ્તવિક સ્થિતિ શું છે? જો ક્રિયા માત્રથી બંધ થતો હોય તો એક સરખી ક્રિયા કરનારા જીવોને એક સરખી કર્મ-પ્રકૃતિ અને એક સરખો સ્થિતિઅનુભાગ બંધ થવો જોઈએ. પણ એવું બનતું નથી.
શાસ્ત્રોમાં કથાનક આવે છે કે વનમાં આત્મધ્યાનમાં લીન એક દિગંબર મુનિરાજનું ભક્ષણ કરવા એક સિંહ તેમના પર ત્રાટકે છે. તે જ ક્ષણે એક જંગલી ભૂંડતેને જુએ છે અને તે મુનિરાજને બચાવવા સિંહ પર આક્રમણ કરે છે. આપસમાં લડતાં તે બન્નેના પ્રાણોનો અંત થઇ જાય છે અને સિંહ નરકમાં જાય છે પણ ભૂંડ સ્વર્ગમાં જાય છે.
આ કથાનકથી સ્પષ્ટ થાય છે કે બન્નેની એક સરખી ક્રિયા હોવા