________________
૩૮
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
સ્ત્રી, પુત્ર, મકાન શરીરાદિને આપણે અનાદિથી પોતાના માની રહ્યા છીએ, તો શું તેથી તે ખરેખર આપણાં થઇ ગયાં? ના. પ્રત્યેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામોમાં સ્વાધીન અને સહજ પરિણમન કરી રહ્યું છે. આપણો વિપરીત અભિપ્રાય પણ આ વિશ્વ વ્યવસ્થા અનુસાર સ્વાધીનતાથી પોતાનું પરિણમન કરી કહ્યો છે, પરંતુ તેથી વિશ્વની વ્યવસ્થાપર કોઇપ્રભાવ પડતો
નથી.
આ પ્રકારે સ્પષ્ટ થાય છે કે લૌકિક વ્યવસ્થા પર બાહ્ય ક્રિયાનો સીધો પ્રભાવ પડે છે. પરિણામ અને અભિપ્રાય જયારે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય છે, ત્યારે દુનિયાના જીવો તેમનાથી પ્રભાવિત થઇ પ્રસન્ન કે અપ્રસન્ન થાય છે.
બીજાઓની શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન ક્રિયા વડે જ કરવું જોઇએ, સમાજમાં એવું જ બને છે અને એજ સંભવ છે; પણ પોતાનું મૂલ્યાંકન માત્ર ક્રિયાથી નહી પરંતુ પરિણામો અને અભિપ્રાયથી કરવું જોઇએ.
જો કોઇ વ્યક્તિ માન-પ્રતિષ્ઠા માટે કે કોઇપદની પ્રાપ્તિ માટે અથવા ટેક્સ બચાવવા કોઈ સંસ્થાને દાન આપે છે, તો તેના આવા પરિણામોનું ફળ તો તે વ્યક્તિને જ મળશે. સંસ્થાને તો દાન જ મળ્યું અને તેથી તેની પ્રવૃત્તિઓનો પ્રચાર-પ્રસાર જ થશે. તેણે ક્યા ઉદ્દેશની પ્રાપ્તિ માટે દાન આપ્યું છે - તેનો સંસ્થા પરકોઈ પ્રભાવ નહીં પડે. સંસ્થા તો તેના દાન પ્રત્યે કૃતજ્ઞતા જ વ્યક્ત કરશે.
જો કે પરિણામ અને અભિપ્રાય લૌકિક વ્યવસ્થાને સીધા પ્રભાવિત નથી કરતાં; તો પણ સુખ-દુ:ખ, બંધ-મોક્ષ વગેરે તો તેના પર જ નિર્ભર રહે છે. પહેલા અધ્યાયમાં તો સ્પષ્ટ કરવામાં આવ્યું જ છે કે આપણે દુ:ખોથી મુક્ત થવા માટે ક્રિયા, પરિણામ તથા અભિપ્રાયનું સ્વરૂપ સમજવું છે. માટે બંધમાર્ગ તથા મોક્ષમાર્ગ પર તેમનો શો પ્રભાવ પડે છે - એ હકીકતની મીમાંસા કરવી આવશ્યક છે.
(૧) ક્રિયાનો પ્રભાવ:-પારમાર્થિકદૃષ્ટિથી જોવા જઇએ તો બાહ્ય