________________
અધ્યાય - ૩: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
ઉપરોક્ત બાળક જેવી આપણા બધાની પણ એ જ સ્થિતિ છે. આપણા બધાનો ડૉકટર, પંડિત, શેઠ, કવિ, લેખક, પુરૂષ, સ્ત્રી વગેરે અવસ્થાઓમાં કોઇને કોઇ રૂપમાં અહમ્ નિરંતર રહે છે. અન્ય કાર્યોમાં નિરંતર તન્મય રહેવા છતાં આપણો અહમ કાયમ રહે છે, તે મટતો નથી. પૂજા કરતી વખતે કેપ્રવચન સાંભળતી વખતે ક્રિયા અને પરિણામોમાં પૂજન અને અવાજ ભાવો વિદ્યમાન રહેતા હોવા છતાં શેઠજી પોતાને શેઠ તથા ડૉક્ટર પોતાને ડૉક્ટર માને છે. પુરૂષ કે સ્ત્રીઓ પણ પોતાને પુરૂષ કે સ્ત્રીઓ સમજીને જ પોતાના માટે નિશ્ચિત કરેલા જુદાં જુદાં સ્થાને બેસી પ્રવચન સાંભળે છે. શ્રોતાઓની તો વાત જ શી કરવી? ભેદવિજ્ઞાન અને સમ્યગ્દર્શનનું સ્વરૂપ તથા તેની વિધિનું ભાવવિભોર થઇ વર્ણન કરનારા અધિકાંશ પ્રવક્તા પણ તે સમયે શું પોતાને પુરૂષ, ખંડેલવાલ, અગ્રવાલ, વગેરે રૂપે નથી માનતા? આ બધી અભિપ્રાયની જ કમાલ છે. અભિપ્રાય પોતાની અનુભૂતિમાં એટલો મજબૂત રહે છે કે તેના પર બાહ્ય ક્રિયા અને પરિણામોનો કોઇ પ્રભાવ પડતો નથી. તે તેમનાથી અપ્રભાવિત રહીને જ પોતાની ધારામાં વહેતો રહે છે. અભિપ્રાયની આ વિશેષતાનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ પણ યથાસ્થાને કરવામાં આવશે.
પ્રશ્ન:-પરિણામ અને અભિપ્રાયમાં શું અંતર છે?
ઉત્તર:- આ પ્રસંગમાં પરિણામ શબ્દનો અર્થ, રાગ-દ્વેષ, પુયપાપાદિચારિત્રમોહના ઉદયથી થનારા વિકાર તથા ક્ષયોપશમ જ્ઞાન અભીષ્ટ છે. અભિપ્રાય શબ્દનો આશય શ્રદ્ધા જ્ઞાનની વિપરીતતા કેયથાર્થતા અર્થાત્ રૂચિ, પ્રતીતિ, અધ્યવસાય વગેરે ભાવોથી છે. તેમાં દર્શનમોહનો ઉદય નિમિત્ત છે.
પ્રશ્ન :- ક્ષયોપશમ જ્ઞાનને પરિણામોમાં શા માટે સામેલ કરવામાં આવ્યું છે?
ઉત્તર :- શાસ્ત્રાનુસાર યથાર્થ ધારણા હોવા છતાં અભિપ્રાયમાં વિપરીતતા બની રહે છે, માટે તે અભિપ્રાયથી ભિન્ન હોવાથી તેને પરિણામોમાં