________________
અધ્યાય - ૩: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
૨૭
સમયસારમાં આત્માને જ્ઞાનમાત્ર પણ કહેવામાં આવ્યો છે. આ અપેક્ષાથી પણ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર - બધા જ્ઞાન અર્થાત્ આત્માના જ પરિણામ કહેવામાં આવે છે.
ચતુર્થ ગુણસ્થાનમાં શ્રદ્ધા-જ્ઞાનની નિર્મલતા, બારમા ગુણસ્થાનમાં ચારિત્રની પૂર્ણતા તથા તેરમાં ગુણસ્થાનમાં જ્ઞાન-દર્શન-સુખ-વીર્યની પૂર્ણતા કહેવામાં આવી છે. તેથી શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર આદિગુણોમાં કથચિંત્ ભિન્નતા સહજ સિદ્ધ થાય છે.
અભિપ્રાય, પ્રતીતિ, માન્યતા, શ્રદ્ધાન, રૂચિ આદિ શબ્દો પર્યાયવાચી છે. આપણા જીવનમાં અભિપ્રાયની શી ભૂમિકા છે તેનું પરિણમન ક્યા રૂપમાં થાય છે? વગેરે અનેક બિંદુગંભીરતાપૂર્વક વિચારણીય છે, કારણકે ક્રિયા અને પરિણામ તો સરલતાથી સમજમાં આવી જાય છે, પરંતુ “અભિપ્રાય” શબ્દનો ભાવ સ્પષ્ટથતો નથી. નીચે જણાવેલ ઉદાહરણ પરથી અભિપ્રાય શબ્દનું સ્વરૂપ સરળતાથી સમજી શકાય છે.
કોઇનાટકમાં લગભગ ૧૨ વર્ષનો એક છોકરો, છોકરીનો અભિનયા કરે છે. એ અભિનયની સફળતા માટે તે છોકરી જેવી વેશભૂષા તો પહેરે જ છે. “હું જઇ રહ્યો છું” એવું ન બોલી “હું જઇ રહી છું’ - એમ બોલે છે. આ કિશોરાવસ્થામાં અવાજ તો માદા અર્થાત છોકરીઓ જેવો જ છે. અભિનયની સફળતા માટે તે એટલો તન્મય થઇ જઈ છોકરીઓ જેવા હાવ-ભાવ કરે છે કે પ્રેક્ષક તેને છોકરી જ સમજી લે છે. જો દુર્ભાગ્યથી તે સમયે ગતિ-બંધનો કાળ હોય તો તે પરિણામોથી તેને સ્ત્રી-પર્યાય પ્રાપ્ત થવા યોગ્ય કર્મ પણ બંધાઇ શકે છે.
અહીં એમ કહી શકાય કે તેના ભાવ સ્ત્રીપાત્રનો અભિનય કરવાના છે, સ્ત્રી જેવા બનવાના નથી; પરંતુ ભાવપૂર્ણ પ્રસ્તુતિ કરવા માટે તેવા અભિનયમાં તન્મયતા પણ થઇ જાય છે - એ અપેક્ષાએ અહીં તેના સ્ત્રી જેવા પરિણામ કહેવામાં આવ્યા છે.
અહીં એક વાત વિચારણીય છે કે ક્રિયા અને પરિણામોના સ્તર પર