________________
અધ્યાય - ૨: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
૧૯
વિસ્તારથી ચર્ચા કરતા સાતમા અધિકારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે તેમના વડે કરેલા પ્રયત્નોમાં થવા વાળી ભૂલોનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ડૉ. હુકમચન્દજી ભારિલ્લ દ્વારા સંપાદિત મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં તે ભૂલોને પ્રસ્તુત કરતા નીચે જણાવેલ શીર્ષકો બનાવવામાં આવ્યા છે :
અ - સમ્યગ્દર્શનનું અન્યથા સ્વરૂપ - પેજ ૨૩૦ થી ૨૪૪ સુધી બ - સમ્યજ્ઞાનનું અન્યથા સ્વરૂપ - પેજ ૨૪ થી ૨૪૭ સુધી ક - સમ્યફચારિત્રનું અન્યથા સ્વરૂપ - પેજ ૨૪૮ થી ૨૫૯ સુધી
(ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક) ઉપર જણાવેલ શીર્ષકો ની ભાષાથી એવો ભ્રમ પણ થઇ શકે છે કે અહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વિપરીતતાઓનું વર્ણન કર્યું છે. પણ જો શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર સમ્યફ હોય તો તેમાં અન્યથાપણું કેવું? અને જો તેમાં અન્યથાપણું છે તો તે સમ્યફ કેવી રીતે? પરંતુ આવો ભ્રમ તે લોકોને જ થઇ શકે જે ભાષાની પ્રકૃતિ અર્થાત્ કથન શૈલીથી અપરિચિત હોય. જે લોકો ભાષાની પ્રકૃતિથી પરિચિત છે, તેઓ સહજ જ જાણી શકે છે કે આ તો ભાષાનું સંક્ષિપ્તરૂપ છે. તેનો પૂરો અર્થ એવો જ થશે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને માટે કરેલા પ્રયત્નોનું અન્યથા સ્વરૂપ. લોકમાં પણ ભાષાનું સંક્ષિપ્તરૂપ કંઇક જુદુ હોય તથા તેનો પૂરો ભાવ કંઇક જુદો હોય છે. કાકાજી માટે બનાવેલ ચા ને ‘કાકાજીની ચા” કહેવાવાળા તથા માથાનો દુખાવો મટાડનાર દવાને ‘માથાના દુખાવાની દવા” કહેવાવાળા ઘરે ઘરે મળી જશે. આવી સંક્ષિપ્ત ભાષા બોલવા અને સાંભળવાવાળા લોકો તેનો પૂરો ભાવ પણ સમજે છે, માટે આવા સંક્ષિપ્ત કથનોથી કોઇને કાંઇ આપત્તિ કે ભ્રમ હોતો નથી. આવી રીતે જો આપણે જિનવાણીના કથનનો પ્રસંગ અને પ્રયોજનને અનુકૂળ પૂરો ભાવ સમજી લઇએ તો કોઇ આપત્તિ કે ભમ નહીં રહે તથા યથાર્થ