________________
ક્રિયા, પરિણામ અને અભિપ્રાય એક અનુશીલન
અધ્યાય
૧
ભૂમિકા
આ એક સર્વસામાન્ય તથ્ય છે કે પ્રત્યેક પ્રાણી દુ:ખ થી છૂટી સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તીર્થંકર ભગવન્તોની દિવ્ય-ધ્વનિનું મૂળ પ્રયોજન પણ પ્રાણીઓને દુ:ખથી મુક્તિનો માર્ગ બતાવવાનું છે. પંડિતપ્રવર દૌલતરામજીએ એ જ તથ્યનો ઉલ્લેખ કરતા છ:ઢાળાની રચના કરી છે. પ્રથમ ઢાળની શરૂઆતમાંજ તેઓ લખે છે :
܀
જે ત્રિભુવન મેં જીવ અનન્ત, સુખ ચાહે દુખતે ભયવન્ત। તાતેં દુ:ખહારી સુખકાર, કહે સીખ ગુરૂ કરૂણાધાર ।।
આ જીવ અનાદિકાળથી પંચ પરાવર્તન કરતો થકો અનન્ત દુ:ખો સહન કરી રહ્યો છે. ભવ પરાવર્તન કરતા કરતા તે અનન્ત ભવ ધારણ કરી ચુક્યો છે. જો કે તે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરી નવમી ત્રૈવેયકમાં જન્મ ધારણ કરી ચુક્યો છે, તો પણ તેને મુક્તિનો માર્ગ પ્રાપ્ત થયો નથી. બે હજાર સાગરથી કંઇક વધારેની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરી તે અનંતવાર ત્રસ થયો, જેમાં ૭૪૦ સાગર નરકમાં અને ૧૨૬૦ સાગર સ્વર્ગમાં વીતાવવાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં આવ્યો છે. *માટે એટલું તો સિદ્ધ થાય છે કે અનંતવાર સ્વર્ગમાં જન્મ લેવા માટે આ જીવને તે પ્રમાણે શુભભાવ અને બાહ્ય ધર્માચરણ પણ અવશ્ય કર્યા હશે, નહી તો તેને નવમી ત્રૈવેયક માં ભવ કેવી રીતે મળે?
ધવલા પુસ્તક ૯ પૃષ્ઠ ૨૯૮, ત્રસ રાશિ કી અન્તર પ્રરૂપણ, ઉદ્ધરણ ક્રમાંક ૧૨૪-૧૨૫