________________
અટકી જાય અને બંધાયેલા અશુભ કર્મોની નિર્જરા થાય. આવા વિચારથી અંતરમાં મંત્રી ભાવના પરિણામ પેદા થઇ શકે છે. એ મેત્રીભાવ હૈયામાં હોવો જ જોઇએ. સમકીતી જીવો નરકની ભયંકર દુ:ખની વેદનામાં પણ મૈત્રીભાવ ટકાવી શકે છે. કોઇપણ ત્યાં મારવા આવે તો વિચાર કરે છે કે મારા કર્મના ઉદયના કારણે એને મારવાનો વિચાર આવે છે માટે બાપડો મારવા આવે છે એમાં એનો શું વાંક ? આવાં વિચારો કરી કરીને મૈત્રીભાવને ટકાવીને એ નરકમાં રહેલા જીવો પણ અશુભ કર્મોની નિર્જરા કર્યા કરે છે. અને સાથે સાથે શુભકર્મનો બંધ કર્યા કરે છે. આવા વિચારને બદલે જો મારવા આવનાર પ્રત્યે દ્વેષ બુદ્ધિનાં વિચારો આવે તો વખતે બંધાયેલા શુભકર્મો ફ્રીને અશુભ રૂપે એટલે પાપરૂપે પરાવર્તમાન થઇ શકે છે અને એ બાંધેલું પુણ્ય પછી પાપરૂપે ભોગવવું પડે છે.
આથી એ નિશ્ચિત થાય છે કે સારા વિચારો, વાણી અને વર્તનથી પૂણ્યનો બંધ કરીએ છીએ એમાં ના નહી પણ સાથે દ્વેષ વૃત્તિ પેદા કરીને એ બંધાયેલા પુણ્ય ને પાપરૂપે પરાવર્તમાન રી દઇએ છીએ એનું શું ? અને એ દ્વેષ વૃત્તિનો પરિણામ એટલો જોરમાં ચાલે છે કે જેના કારણે બંધાયેલું પુણ્ય પુણ્યરૂપે ભોગવવા લાયક પણ રહેતું નથી. આથી અનાદિ કાળથી પાપની જેટલી શ્રધ્ધા છે અને અવિરતિના ઉદયથી પાપની વૃત્તિ જેટલી મજબૂત છે એની અપેક્ષાએ પુણ્યની શ્રધ્ધા મજબત બનતી નથી માટે જ પુણ્યની વૃત્તિના પરિણામ સતત ચાલ્યા કરતાં નથી તૂટી જાય છે અને વધારે ટાઇમ ટક્તા નથી. એ ટકાવવા માટે પુણ્યની જેટલી શ્રધ્ધા મજબૂત બને એ પ્રમાણે પ્રયત્ન કરવો જોઇએ માટે જ જ્ઞાનીઓ કહે છે કે પુણ્ય પ્રત્યેની જેટલી શ્રધ્ધા મજબૂત એટલું સહન કરવા માટેનું મનપણ મજબૂત બને એટલે સહનશક્તિ મજબૂત થતી જાય.
- પુણ્યને ટકાવવા માટેનો જેટલો વધારે પ્રયત્ન કરવો તેનું નામજ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે માટે જ જ્ઞાનીઓ કહે છે કે આપણા પ્રત્યે કોઇ ગમે તેવું વર્તન કરે તો તે સહન કરી લેવું એજ ખરેખરો ઉપાય છે પરંતુ સહન કરવામાં જેટલો સ્વાર્થ રાખવામાં આવે એનાથી પાપનો બંધ થાય છે.
પુણ્યને પેદા કરવું એ સહેલું છે પરંતુ બાંધેલા પુણ્યને ટકાવવું એ દુષ્કર છે કારણકે પુણ્યના અનુબંધ રૂપે મળેલી સામગ્રી પ્રત્યે રાગ રાખીને નવું પાપ ઉભું કરીએ છીએ. મળેલા પુણ્યને ભોગવતા પણ આવડતું નથી. તેના કારણે પાપનો અનુબંધ પડ્યા કરે છે. પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રીમાં જેટલી. મારાપણાની બુદ્ધિ પેદા થતી જાય છે તેનાથી પાપનો અનુબંધ પડ્યા જ કરે છે. આપણે તો પાપાનુબંધી પુણ્યને પુણ્યાનુબંધી પુણ્યમાં ટ્રાન્સફ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે એ ત્યારે જ થાય છે કે આપણી વિચારધારા સ્વાર્થ વગરની સહન કરવા પૂર્વકની રાખીએ તથા મળેલી પુણ્યની સામગ્રીમાં રાગ રાખ્યા વગર એટલે મારાપણાની બુદ્ધિ રાખ્યા વગર વિચારધારા ચાલુ રખાય તો જ ટ્રાન્સફ્ટ થતું જાય અને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતું જાય.
આપણે કામ કરીએ તો કોનું કરીએ ? જે આપણને સહાય કરે એમ હોય તેનું એમ જ ને ? એ સિવાય પારકાનું કામ આવી પડે તો મોટાભાગે આપણે કરતા નથી અને કદાચ ન છૂટકે કરવું પડે તો એ કામ કરતાં આપણા અધ્યવસાય બદલાઇ જાય છે. એટલે એ કામ કરતાં કરતાં શું કરીએ. ના પાડી શકાય નહિ અને કામ સોંપી ગયા માટે પૂરું કરી નાંખવાનું. હવે પછી કહેશે તો કરીશ નહિ ઇત્યાદિ વિચાર ધારા રાખીને કામ કરતો જાય છે. આવા વિચારોમાં મંત્રીભાવ ક્યાં રહ્યો ? મેત્રી ભાવ ના હોય તો પુણ્યનો. અનુબંધ પણ પડે શી રીતિએ ? માટે જ જ્ઞાનીઓ કહે છે કે અનુબંધવાળું પુણ્ય બાંધવું હોય તો મેત્રીભાવ જરૂરી છે અને એ મેત્રીભાવ કેળવાય તોજ પુણ્ય ઉપર શ્રધ્ધા મજબૂત થાય.
શ્રી ઋષભદેવ ભગવાનનો જીવ સંસારમાં અનંતા કાળથી ભટકતાં ભટકતાં જે ધના સાર્થવાહના (પહેલા) ભવમાં સમકીત પામ્યા છે એ ભવમાં સમકીત પામતા પહેલા મિથ્યાત્વ દશામાં કઇ મનોદશાવાળા હતા ? ઇતર દર્શનમાં જન્મેલા છે પૂર્વના પુણ્યના ઉદયતી અઢળક સંપત્તિને પામેલા છે છતાં મનોદશા કયા
Page 2 of 64