________________
પ્રકારની હતી એ જાણો છો
ને ? મારી સંપત્તિ કોઇના કામમાં આવતી હોય તો ખોટું શું છે ? મારી પાસે હોય ત્યાં સુધી બીજાને આપવામાં વાંધો ય શું છે ? એવા વિચારો રહેલા છે આથી એમના ઘરનાં દ્વારો અભંગ રહેતા હતા. આપણી પાસે કોઇ લેવા આવે અને આપણી પાસે સામગ્રી હોય તો ના કહેવી નહિ એ ક્યારે બને ? પુણ્ય પ્રત્યેની શ્રધ્ધા હોય તો ! ધર્મક્રિયા પ્રત્યે-ધર્મસ્થાનો પ્રત્યે એની પ્રવૃત્તિઓમાં અંતરની શ્રધ્ધા જોઇશે.
ભવિષ્યમાં આ વ્યક્તિ કે ફ્લાણી વ્યક્તિ મને કામ લાગશે, મદદ કરશે એવા વિચારો અને ભાવના રાખીને કોઇને મદદ કરીએ તો તે સ્વાર્થ કહેવાય એવો સ્વાર્થ પણ પાપ બંધાવે છે.
નિઃસ્વાર્થ ભાવની પ્રવૃત્તિમાં પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે હાલમાં પુણ્યથી મળેલી સામગ્રીમાંથી આપણે શું ઉપાર્જન કરીએ છીએ ? સંસારમાં રહીને સહન કરો તો સામો મને કાયર કહેશે એમ વિચારવાનું નહિ. સ્વાર્થ માટે વાતે વાતે સહન કરીએ છીએ તેનાથી પાપનો અનુબંધ થાય. ચોવીશ કલાકમાં જે કાંઇ સહન કરીએ છીએ અને જીવન જીવીએ છીએ તેમાં નિઃસ્વાર્થ ભાવે કેટલું સહન કરીએ છીએ અને સ્વાર્થપૂર્વક કેટલું સહન કરીએ છીએ એ રોજ વિચારવાનું છે.
દીકરો કોઇ કામ કહે અથવા પોતાનું ગણાતું કોઇ કામ કહે તો કરી આપ એમ દીકરાની વહુ કોઇ કામ કહે તો શું વિચાર આવે ?
આપણી સામે આપણી ગણાતી કોઇ વ્યક્તિને કોઇ મારતું હોય તો ! દુઃખ પમાડતું હોય તો !
! શું કરીએ ? સામેવાળાને સમજાવી ને દમદાટી આપીને પણ અટકાવીએ એટલે માર ખાતા છોડાવીએ અને જો એ વ્યક્તિ આપણી અંગત ન હોય તો તેમાં શું કરીએ ? આપણે માથું મારતાં નથી એ નિસપણું કહેવાય. જ્ઞાનીઓ કહે છે કે પ્રત્યક્ષ હિંસા અટકાવવી જોઇએ. પરોક્ષ હિંસા તો આપણે આખા દિવસમાં કેટલીય કરીએ છીએ. આપણું ભોજન વગેરે જે તૈયાર થાય છે તેમાં પરોક્ષ હિંસા સમાયેલી છે માટે પાપીઓને પરોક્ષ હિંસામાં પોષવાની અહીં વાત નથી. નિઃસ્વાર્થ ભાવે સહન શક્તિ કેળવવી તે પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવાનો સરળ રસ્તો છે. પુણ્યના ઉદયકાળમાં જીવને પુણ્યનો અનુબંધ પેદા કરાવે તે પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય છે. જેમકે ૠષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજા. અભયકુમાર જે શ્રેણિક મહારાજાના પુત્ર હતા તેઓ પુણ્યના ઉદયકાળમાં પુણ્યનો અનુબંધ કરતાં હતાં.
ગમે તેવા ભાવથી જીવ સહન કરતો જાય તેનાથી પુણ્ય બંધાતું જાય કોઇપણ જીવને મારા થકી દુઃખ ગ્લાનિ ન થાય તેવા વિચાર પેદા કરીને એ રીતે જીવન જીવતો થાય તો તે વિચાર અને પ્રવૃત્તિ પુણ્ય બંધનું કારણ કહ્યું છે. આવું લક્ષ્ય જીવને ત્યારે આવે કે જીવ પોતે સ્વાર્થવૃત્તિ ઓછી કરતો જાય. પાપના અનુબંધનું પરિણામ તે છે કે જે પોતાની સ્વાર્થ વૃત્તિ જોઇને જીવન જીવતો થાય તે. બીજાનું ગમે તે થાય તેમાં મારે શું ? આ વિચારણામાં પુણ્ય બંધાય તો પણ પેલો પાપનો વિચાર સ્વાર્થવૃત્તિ સાથે છે માટે ત્યાં પાપાનુબંધિ પુણ્ય બંધાય. ગમે તેવા ભાવથી જીવનમાં સહન કરીએ છીએ તેમાં પુણ્ય તો બંધાય જ છે પરંતુ પરિણામના આધારથી તે બંધાતું પુણ્ય પાપાનુબંધિ કે પુણ્યાનુબંધિ એ નક્કી થાય છે. પુણ્યનો અનુબંધ બાંધવામાં વિચાર, વાણી, વર્તન એ આધાર રૂપે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં જીવો જે દુઃખ વેઠે છે, સહન કરે છે એનાથી પુણ્યતો બંધાય જ છે પણ સમજણ પૂર્વક સહન કરવાની શક્તિથી વિચારવાણી વર્તનમાં નિઃસ્વાર્થ ભાવ પેદા થાય ત્યારે પુણ્યના અનુબંધ વાળું પુણ્ય બંધાય. સ્વાર્થ માટે સહન કરવાની ટેવ પાડી હોય અને સહન કરે તે સ્વાર્થવૃત્તિજ છે. ત્યાં પાપના અનુબંધ રૂપ પરિણામ ચાલુ જ છે માટે જ જ્ઞાનીઓ કહે છે કે સ્વાર્થના વિચારો કરી કરીને સંસારની રખડપટ્ટી વધારી રહ્યા છીએ. દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં સ્વાર્થ વૃત્તિ હોય તો પણ પાપનો અનુબંધ થયા જ કરે છે એટલે એવા સમયે પણ જીવો પાપાનુબંધિ પુણ્ય બાંધે છે.
તો શું વિચારવાનું ?
Page 3 of 64