________________
નવકારમંત્ર ભણ્યા પછી એના અર્થ કર્યા પછી એના શબ્દોનું-અથ ચિંતન મનન કરતો જાય તો મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધતો જાય. અનંતી પુણ્ય રાશીથી નવકારમંત્ર મલ્યો છે. સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાંથી ખપીને એક કોટાકોટી સાગરોપમથી કાંઇક ન્યૂન જેટલી થાય એટલ અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલી થાય ત્યારે નવકાર મંત્ર બોલવા મલે છે. એ નવકાર મંત્રનું જો સારી રીતે ચિંતન કરતા આવડે તો જગતના બધા પદાર્થોનું સ્વરૂપ જાણી શકાય છે. માટે જ જ્ઞાનીઓએ એને ચૌદપૂર્વનો સાર કહેલો છે. ચોદપૂર્વીને પણ મરતી વખતે કદાચ બધું જ્ઞાન યાદ ન આવે તો નવકારમંત્રા ક્ત યાદ રાખે એવું પણ બને છે.
નવકાર ભણ્યા શ્રુતજ્ઞાનથી. એનું ચિંતન કરવાનું છે, મતિજ્ઞાનથી કેટલા કલાક સુધી ચિંતના કરતાં અનુપ્રેક્ષા કરી શકીએ છીએ ? એ રોજ વિચારવાનું છે.
એવી જ રીતે પેસો કિંમતી છે, ઉપયોગી છે, એ જ્ઞાન મળ્યું શ્રુતજ્ઞાનથી : યાદ કર્યું, ચિંતન કર્યું મતિજ્ઞાનથી અને એ પૈસો કેવી રીતે વધારવો એ કેટલા કલાક સુધી વિચાર કરી રહ્યા છો ? એ પણ રોજ વિચારવાનું છે. એ પૈસાની વિચારણા મિથ્યાત્વ સાથે હોવાથી મતિ અજ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ પેદા થાય છે એમ સમજવું ! મતિ જ્ઞાનાવરણીય દશમાં ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમાં ગુણસ્થાનક સુધી. ઉદયમાં રહે છે. આપણે અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનનો ક્ષયોપશમ એટલે મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ પેદા કરવો છે.
શ્રુતજ્ઞાન-શ્રુત જ્ઞાનાવરણીય કર્મ
શ્રયતે ઇતિ શ્રુતમ્ ! સાંભળવાથી જે જ્ઞાન પેદા થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
ચૌદરાજલોક રૂપ જગતને વિષે સાંભળવા યોગ્ય પદાર્થો બે પ્રકારના રહેલા છે. (૧) અભિલાય, (૨) અનભિલાય.
(૧) અભિલાય એટલે બોલી શકાય એવા એટલે વચન યોગ દ્વારા ભાષા વર્ગણાના પગલોથી. બોલી શકાય એવા હોય છે. જ્યારે (૨) અનભિલાય એટલે બોલી શકાય નહિ માત્ર અનુભવથી જાણી શકાય એવા પદાર્થો જગતમાં રહેલા હોય છે.
દા.ત. ગોળ કેવો ? મીઠો ? કેવો મીઠો ? તો તેનો જવાબ શબ્દથી મલે નહિ પણ ગોળ ખાવાથી, ચાખવાથી એની મીઠાસ કેવી છે તે અનુભવી શકાય છે.
આત્મા વિષે પણ કેવલજ્ઞાની બોલી શકે નહિ. અનુભવે છે ખરા જોઇ શકે છે ખરા પણ આત્મા કેવો. એમ પૂછે તો કહી શકે નહિ ! શબ્દથી પણ બોલી શકે નહિ. કોઇ જીવને સમકીતની પ્રાપ્તિ થાય એ કેવલી. ભગવંત જૂએ, જાણી શકે અને કોઇ પૂછે કે ભગવદ્ ! એ આત્મદર્શન કેવા પ્રકારનું? તો કેવલી પોતે પણ કહેશે કે એ બોલવાની મારી પણ તાકાત નથી. એ સમકીત પામવા કે આત્મદર્શન કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ ખરા ? તો અનુભૂતિ થાય, નહિ તો ક્યાંથી થાય ?
આત્માના એક પદાર્થના ચિંતનમાં જગતના સર્વ પદાર્થોનું ચિંતન કરી શકાય. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્યારે સંયમનો સ્વીકાર કર્યો ત્યારથી સાડા બાર વરસ સુધી એક પુદગલ પરમાણુનો વિચાર કરી જગતના સર્વ પદાર્થોનું ચિંતન કરી કેવલજ્ઞાન મેળવ્યું. બીજું કાંઇ વિચાર્યું નથી. એ ચિંતનના પરિણામને તોડવા, નાશ કરવા, છોડાવવા, સંગમ દેવે આવીને ભયંકર કોટીના ઉપસર્ગો કર્યા છતાંય ચિંતન છોડ્યું નથી. આપણે એમના જ સંતાન કહેવાઇએ અને આપણે જરાપણ ચિંતન કરી શકીએ નહિ
Page 9 of 126