________________
ભાવથી બોલાય છે એમ કહેવાય અને જ્યારે બરાબર આવડી જાય પછી પહેલા પદ પછી બીજું પદ આ છે એમ યાદ કરવું ન પડે અને સહજ રીતે બોલાઇ જાય તે મતિજ્ઞાનથી બોલાય છે એમ કહેવાય. એવી જ રીતે જેટલા સૂત્રો કરેલા હોય તે બધાયમાં આ રીતે સમજવું.
જ્ઞાની ભગવંતો કહે છે કે જે સૂત્રો ભણ્યા પછી ભૂલી જવાય, યાદ ન રાખીએ તો તેમાં અવજ્ઞાનું પાપ લાગે છે. સૂત્ર પ્રત્યે અવજ્ઞાનો દોષ લાગે છે. જેટલું ભણ્યા હોઇએ તે ટકાવવા માટે રોજે રોજ સ્વાધ્યાય રૂપે બોલીએ છીએ એમ બને ખરું ? આગળ ભણવામાં વધીએ અને પાછળ ભૂલાતું જાય એમ બનવું જોઇએ નહિ. જ્ઞાની ભગવંતો કહે છે કે જેટલું ભણ્યા હોઇએ તે બધું યાદ રહેવું જોઇએ, રાખવું જોઇએ. તે મતિજ્ઞાન રૂપે યાદ રહી જ જાય પછી યાદ રાખવાની જરૂર રહેતી નથી.
જે એકને જાણે તે બધાને જાણે અને જે બધાને જાણે તે એકને જાણે એમ જ્ઞાનીઓ કહે છે.
આપણે જેટલું ભણ્યા હોઇએ તેને જ પરાવર્તન કર્યા કરીએ તો તેમાંથી પણ પોતાના આત્માની વિચારણા કરી શકે. એક વિષયને જો સારામાં સારી રીતે ભણીએ તો બધા પદાર્થનું જ્ઞાન એકમાંથી જ પ્રાપ્ત થાય.
દા.ત. અરિહંત પદના સ્વરૂપનું વર્ણન વિચારીએ અને ચિંતન કરીએ તો આપણે કેટલા કલાક કરી શકીએ ? અથવા કેટલા કલાક બોલી શકીએ કે લખી શકીએ ? જ્ઞાની ભગવંતો કહે છે કે બધાય ગ્રંથોને અરિહંતના સ્વરૂપના ચિંતનમાં મૂકી શકાય હાલ જેટલા પ્રકરણો ઉપલબ્ધ છે. તે સિવાયના જેટલા ગ્રંથો હયાત છે તે સઘળા મુકી શકાય.
જેમકે જ્યારે ભગવાન મહાવીરને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ વિહાર કરી અપાપા નગરીમાં આવ્યા ત્યાં ઇન્દ્રભૂતિ આદિ ચોદ વિધાના પારગામી અગ્યાર બ્રાહ્મણો ભેગા થયેલા છે તે બધા પંડિતો છે. પોતાને સર્વજ્ઞ તરીકે માનીને જીવે છે ત્યાં દેવતાઓ આવ્યા-સમવસરણમાં ગયા-ઇન્દ્રભૂતિ મંડપ બહાર નીકળી લોકોને પૂછે છે કે ક્યાં જઇ આવ્યા ? તો લોકોએ કહ્યું ભગવાન પાસે. ભગવાનને જોઇને આવ્યા ત્યારે ઇન્દ્રભૂતિ પૂછે છે કે એ ભગવાન કેવા છે ? તો લોકોએ કહ્યું ને કે પૂર્વક્રોડ વરસનું આયુષ્ય પ્રાપ્ત થાય, હજાર જીભ મોઢામાં પેદા થાય, પરાર્ધ કરતાં ગણિત અધિક થઇ જાય તોય આ ભગવાનના સ્વરૂપનું વર્ણના કરી શકવાની તાકાત નથી. એવું એમનું સ્વરૂપ છે. એ સાંભળી મિથ્યાત્વના ઉદયે થાય છે કે આ પૂર્વે કેટલાને ઠગ્યા છે પણ જ્યારે પોતે સમવસરણ પાસે ગયા, અરિહંતને સાક્ષાત જોયા કે તરતજ તેમને શું થયું ? જો આવું ઉંચી કોટિનું સ્વરૂપ અરિહંતનું હોય તો આપણા અંતરમાં એવા ભાવો અરિહંત માટે આવે છે ? આવી વિચારણા કોઈદિ અંતરમાં પેદા થઇ છે ? બસ ખાલી ખાલી દેવ તરીકે માનવાના એમજને ? અરિહંતને જ્યારે દેવ તરીકે માનીએ તો તેમના સ્વરૂપની વિચારણા પણ કરવી જોઇએ ને ?
શ્રુતજ્ઞાન જેમ જેમ ભણતો જાય-એનાં અર્થોને જાણતો જાય અને પરાવર્તન વારંવાર કરતો જાય તો એ શ્રુતજ્ઞાનના પરાવર્તનમાં તાકાત છે કે અનંતા પદાર્થોના અનંતા અર્થોનો, ક્ષયોપશમભાવ આત્મામાંપેદા થતો જાય એટલી તાકાત રહેલી છે.
અત્યારે આપણી પાસે શ્રુતજ્ઞાન બિંદુ માત્ર છે. વધારે નથી પણ એના પરાવર્તનમાં શક્તિ એટલી. રહેલી છે કે એનું ચિંતન કરવામાં આવે તો મતિજ્ઞાન રૂપે અનંતા અથા પ્રાપ્ત થાય. અસંખ્યાતા અર્થો પ્રાપ્ત થાય અને કદાચ એટલી શક્તિ ન હોય તો સંખ્યાના અર્થો તો જરૂર પ્રાપ્ત થઇ શકે એટલી તાકાત વર્તમાનમાં પણ રહેલી છે માટે કહેવાય છે કે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ જેટલો છે તેનાથી કઇગણો અધિક મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ વિધમાન છે. અનેક ગણો અધિક છ.
Page 8 of 126