________________
૨. શરીર-ધન અને કુટુંબના રાગના કારણે જે અસત્ય બોલાય છે તેનાથી જીવનાં પરિણામ વક્ર થાય છે. અને તે વક્તાના કારણે જીવોને સ્ત્રીવેદ બંધાય છે.
૩. વક્તા એટલે માયાવી સ્વભાવ રાખવાથી. તથા જ્યારે બોલવાનો વખત આવે ત્યારે માયા રાખીને બોલે-વિચારે તે વક્રતા કહેવાય છે.
૪. ઈર્ષા વૃત્તિ- પોતાના સુખના કારણે બીજાના સુખને જોઇને બળાપો પેદા થાય, પોતાનો યશ ન થતો હોય તો બળાપો થતાં બીજાના યશને ખમી શકે નહિ તે ઈર્ષ્યાથી જીવો સ્ત્રીવેદનો બંધ કરે છે.
૫. પરસ્ત્રીઓનાં વિકાસોને જોવા, તેના મોજશોખ વખાણવા. જોઇને આનંદ પામવો તેમના પ્રત્યે પ્રેમની દ્રષ્ટિથી જોવું ઇત્યાદિ સ્ત્રીવેદ બાંધવાના કારણ છે : માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે સ્ત્રી અવતાર અનંતી પાપ રાશી ભેગી થયેલી હોય ત્યારે મલે છે. આ રીતે પાંચ કારણમાંથી કોઇને કોઇ કારણનું સેવન એટલે આચરણ કરવાથી સ્ત્રીવેદનો અનુબંધ જીવો વિશેષ રીતે પાડતા જાય છે. આથી તેની ભવની પરંપરા સ્ત્રીવેદ વાળી પ્રાપ્ત થતી જાય છે. માટે આ કારણો જાણીને સાવચેત બનવાનું છે.
(૯) નપુંસકવેદ મોહનીય :- જીવોને પુરૂષ અને સ્ત્રી બન્નેને સેવવાનો અભિલાષ પેદા થાય તે નપુંસક વેદ કહેલો છે.
આ નપુંસકવેદ બાંધવાના ચાર કારણો કહેલા છે. ૧. સ્ત્રી અને પુરૂષ બન્ને પ્રત્યે આસક્તિ રાખીને જીવન જીવવું તે નપુંસકવેદ બંધાવે છે.
૨. ભાંડ ચેષ્ટાઓ કરવી. નાટક, ચેટક, સિનેમા, ટી.વી. વગેરે જોઇને તેમાં જે રીતે જે જે જીવો. ચેષ્ટા કરે છે તેવી ચેષ્ટાઓ કરતાં શીખવું તેવી વેશભૂષાઓ બનાવી-પહેરવી નાચવું કૂદવું-ખેલવું ઇત્યાદિ જે જે ચેષ્ટાઓ દેખે તેવું વર્તન કરવું તે નપુંસક વેદ બંધાવે છે. આજના કાળમાં ટી.વી.ના માધ્યમથી તેમાં આવતાં ચિત્રોને જોઇને નાના બાળકોથી માંડીને મોટા સુધીના લગભગ મોટા ભાગના જીવો આવી ચેષ્ટાઓ કરતાં થયેલા દેખાય છે. તેના પ્રતાપે સ્ત્રી પુરૂષો જુવાન દીકરા-દીકરીઓ પણ જાહેરમાં નાચગાન કરતાં કરતાં અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતાં થયેલા છે અને તેમાં પણ જેવી આસક્તિ હોય તે પ્રમાણે નિકાચીત કરતા થાય છે.
૩. સ્ત્રી આદિના વ્રતનો ભગ કરવો - કામ ભોગની તીવ્ર અભિલાષા અને ઇચ્છાઓ કર્યા કરવી તે.
૪. ક્રોધાદિ ચારેય પ્રકારના કષાયોને તીવ્ર પણે ધારણ કરે એટલે કે ક્રોધ-માન-માયા-લોભ ચારે કષાયોની તીવ્રતા રાખે અથવા ચારમાંથી ત્રણની તીવ્રતા રાખે અથવા ચારમાંથી બેની તીવ્રતા રાખે અથવા. ચારમાંથી કોઇપણ એકની તીવ્રતા રાખવી તે નપુંસકવેદ બાંધવાના કારણ રૂપ ગણેલ છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચારેયમાંથી એક એક અંતર્મુહૂર્ત કોઇ પણ એકનો ઉદય ચાલુ જ રહે છે અને
જ્યારે તે ચારેયમાંથી એકનો ઉદય ચાલતો હોય ત્યારે તે અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધિ રૂપે ફાર થયા કરે છે. તેની સાથેને સાથે જ હાસ્ય-રતિ એ બેનો ઉદય હોય તો અરતિ-શોકનો ઉદય હોતો નથી અને અરતિ શોકનો ઉદય હોય ત્યારે હાસ્ય-રતિનો ઉદય હોતો નથી. તેવી જ રીતે પુરૂષવેદ-સ્ત્રીવેદ નપુંસકવેદ એ ત્રણ વેદમાંથી તે જ અંતર્મુહુર્તના કાળમાં પુરૂષ વેદનો ઉદય હોય તો સ્ત્રીવેદ-નપુંસકવેદનો ઉદય હોતો નથી. સ્ત્રીવેદનો ઉદય હોય તો પુરૂષવેદ-નપુંસકવેદનો ઉદય હોતો નથી તેમજ નપુંસકવેદનો જો ઉદય હોય તો પુરૂષવેદ-ત્રીવેદનો ઉદય હોતો નથી. આ રીતે પરિણામની ધારાના પ્રતાપે અથવા અધ્યવસાયના કારણે આ ફ્લરી ચાલ્યા કરે છે. જ્યારે કોઇ જીવને ભય અને જુગુપ્સા આ બેમાંથી ભય મોહનીય હોય. કોઇ જીવોને ભય ન હોય તો જુગુપ્સા મોહનીયનો ઉદય હોય. કોઇ જીવને ભય-જુગુપ્સા બન્નેનો પણ ઉદય હોય
Page 83 of 126