________________
૩. જગતમાં રહેલા પોતા સિવાયના બીજા જીવોને ત્રાસ ઉપજાવવાથી અથવા દુ:ખ પેદા કરવાથી જીવો ભય મોહનીય કર્મ બાંધે છે. સામાન્ય રીતે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે બીજાને ત્રાસ આપવાથી ભવાંતરમાં આપણને પણ ત્રાસ મળે છે. બીજા સાથે જેવું વર્તન કરીએ તેવું ભવાંતરમાં આપણું વર્તન થાય છે. આથી કોઇ જીવને ત્રાસ કે દુ:ખ ન થાય તે રીતે જીવન જીવાય તો ભય મોહનીય બંધાય નહિ. જો બીજાને ત્રાસ આપીને જીવન જીવતાં, દુ:ખ આપીને જીવવાથી ભય મોહનીય બંધાય છે.
૪. કોઇને મારવાની ભાવના મનમાં રાખવાથી – જગતમાં રહેલા સઘળાય જીવો જીવવા ઇચ્છે છે અને સુખ મેળવવા ઇચ્છે છે કોઇપણ જીવ મરવા ઇચ્છતો નથી. તેમજ દુ:ખ પણ ઇચ્છતો નથી. માટે કોઇપણ જીવ ન મરે તેની કાળજી રાખવાની જૈન શાસનમાં કહેલ છે માટે કોઇ જીવને મારવાની ભાવના કરવી, રાખવી તે ભય મોહનીય બાંધવાનું કારણ કહેલ છે.
(૬) જુગુપ્સા મોહનીય :- નિમિત્ત મલે અથવા નિમિત્ત વગર અંતરમાં ઘણા પેદા કરવી તે જુગુપ્તા મોહનીય કર્મ કહેવાય છે.
આ જુગુપ્સા મોહનીય કર્મ ત્રણ કારણથી બંધાય છે.
(૧) જેનશાસનમાં શ્રી તીર્થંકર પરમાત્માઓ જ્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે તે વખતે જીવોને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે તેની સ્થાપના કરે છે. તેમાં સૌ પ્રથમ સાધુ ભગવંતોની સ્થાપના કરે છે ત્યાર પછી સાધ્વીજી ભગવંતોની સ્થાપના કરે છે, ત્યાર પછી જે મનુષ્યોનાં અંતરમાં એમ ભાવના થાય કે સંસાર છોડી સંયમ લેવા જેવું જ છે પણ સંસાર છોડવાની તાકાત નથી હોતી તેવા જીવો ભગવાન પાસે પોતાના વિચારનો એકરાર કરે છે તેવા જીવોને સંયમની તાકાત આવે અને સંસાર છોડી શકે તેવી શક્તિ પેદા કરાવવા માટે શ્રાવક ધર્મ જે બતાવે છે તે શ્રાવક સંઘ અને એજ રીતે ચોથો શ્રાવિકા સંઘ રૂપે જે સ્થાપના થાય તે ચારેયને સંઘ કહેવાય છે. તે સંઘમાં રહેલા જીવોની જે નિંદા કરવી તેમના પ્રત્યે ઘણા કરવી તે જુગુપ્સા મોહનીય બાંધવાનું કારણ કહેલ છે.
(૨) સંઘનું અપમાન કરતાં અને તે સંઘને તરછોડતા, શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબ વિચરતાં એવા સંઘમાંના કોઇપણ વ્યક્તિનું અપમાન કરતાં અથવા તેઓનો તિરસ્કાર કરતાં જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે.
(3) જગતમાં ઉત્તમ ગણાતા સદાચારી એટલે સજ્જન મનુષ્યોની ખોદણી કરતાં એટલે તે જીવોની નિંદા કરતાં અવર્ણવાદ બોલતાં જીવો જુગુપ્સા મોહનીય કર્મ બાંધે છે.
સામાન્ય રીતે જગતમાં આપણા માટે કોઇ નિંદા કરે-અવર્ણવાદ બોલે-જે ન હોય તેવી વાતો કરે-અપમાન કરે-આપણો તિરસ્કાર કરે તો અંતરમાં તે વખતે આપણને શું વિચાર આવે ? તે નિંદનીયા રૂપે-જુગુપ્સનીય રૂપે આપણને લાગે છે. તો પછી બીજા સજ્જન ગણાતાં માણસો માટે ગમે તેમ બોલતા જુગુપ્સનીય-નિંદનીય રૂપે આપણે ગણાઇએ કે નહિ ? તે વિચાર કરી અને એવો સંસ્કાર દ્રઢ કરીએ તો કોઇપણ જીવ માટે ગમે તેવા વિચારો કરવાનો જે આપણો અભ્યાસ છે તે નાશ પામતો જશે કે જેના પ્રતાપે આ જુગુપ્સા કર્મ બાંધ્યા કરીએ છીએ તે બંધાશે નહિ. તો જ આત્મિક ગુણ તરફ આપણી દ્રષ્ટિ જશે અને તેનાથી બધા જ જીવો આપણા જેવા દેખાશે આથી બંધાયેલી જુગુપ્સા મોહનીય નાશ પામતાં પામતાં જગતમાં નિંદનીય કે જુગુપ્સનીય બનવું પડશે નહિ. અને એક દિવસ જગપૂજ્ય જરૂર બની જઇશું માટે આ બધા કારણો જાણી શક્ય એટલો સુંદર પુરૂષાર્થ કરતાં કરતાં હાસ્યાદિ છના કારણોમાંથી જે જે દોષો રહેલા હોય તે દૂર કરતાં કરતાં તે કર્મોને આવવાનું કામ બંધ કરીએ કે જેથી મોક્ષ માર્ગમાં સ્થિરતા પેદા થતી જાય.
Page 81 of 126