________________
બીજી બાજુ પુરૂષાર્થની તીવ્રતાના કારણે વિરતિ પ્રત્યેનો રાગ વધે છે. તેમાં એક વાર ગોચરીએ જતાં વેશ્યાના ઘરમાં ધર્મલાભ કહીને પ્રવેશ કર્યો. વેશ્યાએ કહ્યું અહીં ધર્મલાભ નહીં અહીં તો અર્થલાભ ! આ શબ્દો સાંભળતાની સાથે જ ભોગાવલી કર્મનો ઉદય તીવ્ર થતાં જ તરણું (ઘાસ) તોડીને સાડા બાર કરોડ સોનૈયાનો વરસાદ કર્યો. અને મુનિ ચાલતાં થયા ત્યાં વેશ્યાએ કહ્યું કે મહાત્મન્ જો આપને જવું જ હોય તો. આ સોનૈયા સાથે લઇ જાવો નહિંતર તેને ભોગવવા અહીંયા રહો ! આ શબ્દોથી મહાત્માને વિચાર આવતાં. અવિરતિનો જોરદાર ઉદય થતાં વેશ ઉતારી તેને એક રૂમમાં ટીંગાડી ત્યાં રોકાઇ ગયા. પણ વિરતિના તીવ્ર રાગના સંસ્કારના કારણે ત્યાં જ પોતે અભિગ્રહ કર્યો કે રોજ દશને એટલે અહીં આવનાર દશ પુરૂષોને પ્રતિબોધ કરી સંયમની ભાવના પેદા કરાવી સંયમ લેવા ન મોકલું ત્યાં સુધી આહારસ્પાણીનો ત્યાગ. આ. અભિગ્રહના પ્રતાપે વેશ્યાને ત્યાં બાર વરસ રહી રોજ દશ-દશને પ્રતિબોધ કરી સંયમ અપાવે છે. તેમાં જ્યારે ભોગાવલી કર્મ પૂર્ણ થવા આવ્યું ત્યારે બાર વરસ પછી દશમાં છેલ્લા એકને પ્રતિબોધ કરવામાં વિશેષ ટાઇમ લાગ્યો. મધ્યાન્હ કાળ થયો. જમવાનો વખત થયો છે પણ દશમો સમજતો નથી. ત્યારે વેશ્યા બોલાવવા માટે આવી અને કહ્યું કે વહલા જમી લો. પછી પ્રતિબોધ કરજો. ત્યારે નંદીષેણે કહ્યું કે આને પ્રતિબોધ કર્યા વગર જમાય નહિ. ત્યારે વેશ્યાએ કહ્યું કે દશમા તમે. ત્યાં નંદીષેણ વિચારે છે કે આજે ભોગાવલી કર્મ પૂર્ણ થયું લાગે છે. એમ માની વેશ જે રાખેલ હતો તે પહેરીને ચાલતા થયા. અહીં તેઓને છઠ્ઠા ગુણસ્થાનકનો પરિણામ આવ્યો એમ લાગે છે ! તો આ કષાયના ઉદયકાળમાં તેનો નાશ કરવા માટે જીવને કેટલો પુરૂષાર્થ કરવો પડે છે તે વિચારો ! અત્યારે આપણો પુરૂષાર્થ કેટલો છે તે પણ સાથે ખાસ વિચારવાની જરૂર છે. આ કષાયની હાજરીમાં જીવ આયુષ્ય બાંધે તો નિયમા વૈમાનિક દેવન આયુષ્ય બાંધે છે !
પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય
આ કષાયના ઉદયકાળમાં અનંતાનુબંધિ-૪ અને અપ્રત્યાખ્યાનીય-૪ એમ આઠ કષાયનો. ક્ષયોપશમ ભાવ હોય છે અને પ્રત્યાખ્યાનીય તથા સંજ્વલન એ કષાયોનો ઉદય હોય છે. જ્યારે આ કષાયનો ઉદય હોય ત્યારે તે જીવોને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ હોય છે. તેમાં જે વ્રત-નિયમ વગેરે લીધેલા હોય તે અખંડ રીતે નિરતિચારપણે કેમ સુંદર રીતે પળાય તેનું પુરેપુરૂ લક્ષ્ય હોય છે તથા તે વ્રતાદિને ખંડિત કરનાર પદાર્થો પ્રત્યે અત્યંત પ્રશસ્ત ગુસ્સો રહેલો હોય છે. માટે આ કષાય સ્વાભાવિક રીતિએ જીવને હોતો નથી પણ પુરૂષાર્થથી કરવો પડે છે. દા.ત. હું એટલે શ્રાવક છું? મારાથી આ ન જ થાય. આની સાથે મારે વ્યવહાર ન જ કરાય, કદાચ થઇ ગયો હોય તો તેનો ત્યાગ જ કરી દેવો. પડે. આ વિચારણા રાખીને પોતાના વ્રતમાં ભંગ ન પડે તેની સતત કાળજી રાખે. જેમ સુદર્શન શેઠ કે જેને ઘરમાં પોતાની પત્નિ પોતાના બાળકો વગેરે છે તેને સ્વપત્નિ સંતોષનો નિયમ છે, પરસ્ત્રી માતા અને બેન સમાન માનીને કોઇના ઘરમાં ગમે તેવા કામે પણ પ્રવેશ કરતો નથી. એટલું જ નહિ પોતાના મિત્રોના ઘરે પણ પ્રવેશ કરવો હોય તો પુરૂષ ઘરમાં હોય તો જ બાકી નહિ. મંત્રીશ્વર તેનો મિત્ર હતો. એકવાર મંત્રીની સાથે તેના ઘરે ગયો તેમાં મંત્રીશ્વરની પત્ની તેનું રૂપ જોઇ કામાંધ બની તેમાં એકવાર મંત્રીશ્વર રાજાના કોઇ મહત્વના કામે બહાર ગયેલ છે તે વખતે મંત્રીશ્વરની પત્ની સુદર્શનને બોલાવવા ગઇ કે તમારા ભાઇ બિમાર છે. તમને યાદ કરે છે અને મળવા માગે છે તે માટે મને મોકલી છે તો ચાલો હું બોલાવવા આવી છું. સુદર્શના વિશ્વાસ રાખી તેના ઘરે ગયા, અંદર પેસતા બારણા બંધ કરી છેવટના રૂમમાં લઇ ગઇ, અને બારણા બંધ
Page 60 of 126