________________
પરમાત્માએ જગતમાં જોયેલા અને રહેલા પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે નિરૂપણ કરેલ છે, તેને તેવા સ્વરૂપે ન માને પણ તેનાથી વિપરીત રૂપે માને, અર્થાત છોડવા લાયક પદાર્થો જે જોયા છે તે ગ્રહણ કરવા. લાયક રૂપ માને અને જે ગ્રહણ કરવા લાયક રૂપે કહેલા છે તે છોડવા લાયક રૂપે માને તે મિથ્યાત્વ કહેવાય છે. એટલે કે સુદેવ-સુગુરૂ અન સુધર્મને કુદેવ-કુગુરૂ-કુધર્મ રૂપે મનાવે અને સ્વીકાર કરાવે તે મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વના મુખ્ય બે ભેદ છે.
(૧) લૌકિક મિથ્યાત્વ, (૨) લોકોત્તર મિથ્યાત્વ.
૧. લૌકિક મિથ્યાત્વ - અનેક પ્રકારના કહેલા છે. તેમાં મુખ્યત્વે આલોકના અને પરલોકના સુખને માટે તથા આલોકના દુ:ખના નાશને માટે ઇતર દર્શનનાં દેવ-દેવી-સંન્યાસી વગેરેની માનતા માનવી તેમને કહ્યા મુજબ ધર્મની આચરણા કરવી તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વના દોષથી-આવી. માનતાઓથી જીવ પોતાનો સંસાર વધારતો જાય છે.
૨. લોકોત્તર મિથ્યાત્વ - સુદેવ-સુગુરૂ અને સુધર્મને તે રૂપે ન આરાધતાં આલોકના સુખના પદાર્થો માટે, પરલોકના સુખના પદાર્થો માટે અથવા આલોકમાં આવેલા દુ:ખનો નાશ કરવા માટે અરિહંતાદિ દેવોની માનતા માનવી, તેમની સેવા ભક્તિ કરવી, એવી જ રીતે સુગરૂ ભગવંતોને પણ એ જ રીતે માનવા-પૂજવા અને તેઓએ બતાવ્યા મુજબ ધર્મ, આરાધના કરવી તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વના ઉદયથી જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ બનતી જાય છે
અને જીવો પોતાનો સંસાર વધારતા જાય છે.
સ્વ સિવાયના જેટલા જેટલા પદાર્થો જગતમાં રહેલા છે તેમાં સુખાકારી અને પ્રતિકૂળમાં દુ:ખાકારીની જે બુદ્ધિ પેદા કરાવી તેના પરિણામની ધારામાં પણ જીવને મુંઝવણ પેદા કરાવે તે દર્શન મોહનીય કહેવાય છે.
(૨) મિશ્ર મોહનીય :- આ મિશ્ર મોહનીયનો ઉદય જીવોને ત્રીજા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. એકવાર જીવ એટલે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઉપશમ સમકીત કે ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે ત્યારે સત્તામાં રહેલા મિથ્યાત્વનાં ત્રણ વિભાગ કરે છે.
૧. શુધ્ધ પુદ્ગલો રૂપે વિભાગ જેને સમ્યકત્વ મોહનીય રૂપે કહેવાય છે. ૨. મિથ્યાત્વના કેટલાક પુદ્ગલો શુદ્ધ અને અશુધ્ધ રૂપે બનાવવા તે બીજો વિભાગ જેને મિશ્ર મોહનીય રૂપે કહેવાય છે. અને ૩. મિથ્યાત્વ મોહનીયના કેટલાક પુગલો એવાને એવા જ અશુધ્ધ રૂપે રાખે છે તે ત્રીજો વિભાગ જેને મિથ્યાત્વના પુદ્ગલો કહેવાય છે.
આ ત્રણ વિભાગ બનાવ્યા પછી જે જીવોને મિશ્રમોહનીયનો ઉદય થાય એટલે એ જીવો સમકીતથી પતન પામીને ત્રીજા ગુણસ્થાનકે આવ્યા ગણાય છે. આ ગુણસ્થાનકમાં એટલે એ મિશ્રમોહનીયના ઉદયકાળમાં જીવોને જિનેશ્વર પરમાત્માના તત્વો પ્રત્યે રાગ પણ હોતો નથી અને દ્વેષ પણ હોતો નથી. આ પરિણામ એક અંતર્મુહૂર્તથી વધારે કાળ રહેતો નથી પછી જીવ ત્યાંથી જો મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે અને જો સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો તે જીવો ક્ષયોપશમાં સમકીતની પ્રાપ્તિ કરે છે.
સમ્યક્ત્વ મોહનીય :- આ કર્મના ઉદયથી જીવને છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ પેદા કરાવીને તેમાં સ્થિર પરિણામ ન થવા દે. પણ પરિણામની ધારા ચઢ-ઉતર રૂપે રહ્યા કરે અને જીવ સાવધ ન રહે તો તેમાં મુંઝવણ પેદા કરાવે
Page 50 of 126