________________
દેતાં નથી. એટલે આત્મામાં રહેલા વિવેકગુણમાં મુંઝવણ પેદા કરાવે તેને મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મના મુખ્ય બે ભેદો છે.
(૧) દર્શન મોહનીય કર્મ, (૨) ચારિત્ર મોહનીય કર્મ.
(૧) દર્શન મોહનીય કર્મ :- એટલે જીવોને સાચી કે ખોટી કોઇપણ પ્રકારની જે શ્રદ્ધા એટલે આત્મિક ગુણને પેદા કરવામાં જે ઉપયોગી થાય તેવી જે શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા ગણાય છે. જ્ઞાનાવરણીય કર્મ આત્મિક ગુણને આંખે પાટા બાંધવા જેવું જ્ઞાની ભગવંતોએ કહેલું છે. દરેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાતા અસંખ્યાતા હોય છે. તે દરેક આત્મ પ્રદેશો એટલે કે એક જીવ અસંખ્યાત આકાશ પ્રદેશની જગ્યામાં (અવગાહનામાં) રહે છે. તે અસંખ્યાતા આત્મ પ્રદેશોમાંથી મધ્યના આઠ આત્મ પ્રદેશો કે જે ગાયના આંચળની જેમ ચાર ઉર્ધ્વદિશા બાજુ અને ચાર અધો દિશા બાજુ એમ રહેલા છે. તે આઠે આત્મ પ્રદેશો સદા માટે સંપૂર્ણ કર્મરહિત કેવલજ્ઞાનથી યુક્ત હોય છે. એટલે સિદ્ધ પરમાત્મા જેવા એ નિર્મળ-સ્વચ્છ આત્મ પ્રદેશો હોય છે. એ સિવાયના બાકીના અસંખ્યાતા આત્મ પ્રદેશો આઠેય કર્મના પુદ્ગલોથી અવરાયેલા એટલે દબાયેલા હોય છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મના પુદ્ગલો એક એક આત્મ પ્રદેશ ઉપર આંખે બાંધેલા પાટાની જમ ગોળ ગોળ વીંટળાઇને રહેલા હોય છે. અત્રે હાથ-પગ-નાક અને કાન
આદિનો પાટો ન લેતાં આંખનો પાટો લીધો છે તેનું એ કારણ જણાય કે મનુષ્યની આંખની રચના એવા પ્રકારની રહેલી છે કે બે આંખોની વચમાં નાક આવેલું હોવાથી પાટો બાંધતા નાકનું ટેરવું વચમાં આવે છે. અને તેના કારણે આંખે ગમે તેટલા પાટા બાંધવામાં આવે તો પણ એ નાકના ટેરવાની નીચેનો અને આંખની બાજુનો ભાગ ખુલ્લો જ રહે છે. ત્યાંથી સોય કે ટાંકણી પાટાની અંદર પેસાડવામાં આવે તો જઇ શકે છે પણ પાટો ફાટતો નથી કે પાટાને કાણું પડતું નથી. જ્યારે નાકને-મુખને-કાનને કે હાથને પાટો બાંધવામાં આવે તો તેમાં જરાય જગ્યા રહેતી નથી અને સોય વગેરે અંદર જવા દેવા હોય તો પાટાને કાણું પાડવું પડે છે. આ કારણથી આંખના પાટાથી જણાય છે કે જ્ઞાનાવરણીય કર્મના પુદ્ગલો આત્મા ઉપર ગમે તેટલા પડલ એટલે પાટા રૂપે રહેલા હોય તો પણ આખની જેમ આત્માને જે જ્ઞાન ગુણ તેનો અનંતમો ભાગ એટલે અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો જ રહે છે. તે અવરાતો એટલે ઢંકાતો નથી. જો તે ઢંકાઇ જાય તો જીવ અજીવ બની જાય. ચેતન-અચેતન જાણી શકાય નહિ. આથી આંખના પાટા જેવું જ્ઞાનાવરણીય કર્મ જણાવેલ છે એમ જણાય છે. આવરણ કરવામાં સહાયભૂત થાય તેવા પદાર્થોની જે શ્રદ્ધા તે ખોટી શ્રદ્ધા ગણાય છે. આ બન્ને પ્રકારની શ્રદ્ધામાં જીવને મુંઝવણ પેદા કરાવે. સ્થિર થવા ન દે. તેને દર્શન મોહનીય કર્મ
કહેવાય છે.
શરીર-ધન અને કુટુંબ આદિને સુખી કરવાની શ્રદ્ધા રાખીને જે પ્રવૃત્તિ કરાવે તે શ્રદ્ધાના પરિણામ સ્થિરતા રૂપે ન રાખવા દે. તેમાં ચંચળતા, ચપળતા, અસ્થિરતા પેદા કરાવે તે દર્શન મોહનીય કહેવાય તેમ જ હેય એટલે છોડવાલાયક પદાર્થમાં છોડવા જેવી બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા થયા પછી તેમાં મુંઝવણ પેદા કરાવે એટલે ચંચળતા, અસ્થિરતા પેદા કરાવે તે પણ
દર્શન મોહનીય કર્મ કહેવાય છે.
આ દર્શન મોહનીયના ત્રણ પ્રકારો કહ્યા છે.
(૧) મિથ્યાત્વ મોહનીય, (૨) મિશ્ર મોહનીય (૩) સમ્યક્ મોહનીય.
(૧) મિથ્યાત્વ મોહનીય :- આના ઉદયથી જીવોને વિપરીત બુધ્ધિ પેદા કરાવે એટલે કે જિનેશ્વર
Page 49 of 126