________________
નિદ્રા નિદ્રા
જે જીવોને ઉંઘ આવી ગયા પછી ઉઠાડવા માટે ઘણી મહેનત કરવી પડે. વારંવાર પ્રયત્ન કરવો પડે, ઢંઢોળવા પડે તેને નિદ્રા નિદ્રાનો ઉદય કહેવાય છે. આ નિદ્રા પહેલી નિદ્રા કરતા વધારે રસવાળી ઉદય પ્રકૃતિ કહેવાય છે માટે અધિક પાપવાળી કહેવાય છે.
આ નિદ્રાનો ઉદયકાળ જીવોને છઠ્ઠા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક સુધી હોય છે બંધમાં પહેલા અને બીજા બે ગુણસ્થાનકે બંધાય છે.
પ્રચલા
જીવોને બઠા બેઠા કે ઉભા ઉભા ઉંઘ આવે એટલે ઝોકું આવે તે પ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. સામાન્ય રીતે ઝોકું આવે અને તરત જ જતું રહે છે. લાંબાકાળ સુધી આ નિદ્રાનો કાળ ટકતો નથી માટે પ્રચલા કહેવાય છે પણ જે વિષયની વાતો ચાલતી હોય તે વિષયના જ્ઞાનતંતુઓની વિચારણાને એક્દમ ઝોકું આવતા નષ્ટ કરી નાંખે છે. શું વિચારો ચાલે છે શું બોલું છું ? ક્યાં બેઠો છું એ કાંઇ તે વખતે યાદ રહેતું નથી માટે તેને જ્ઞાનીઓએ પાપ પ્રકૃતિ કહેલી છે. આ નિદ્રા એટલે પ્રચલા. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બંધાય છે અને બારમા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધો ઉદયમાં હોય છે એમ કહેવાય છે. સામાન્ય રીતે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કર્યા પછી શુક્લ ધ્યાન હોવાથી નિદ્રા કે પ્રચલા હોતી નથી પણ આ ધ્યાનમાં નિદ્રાનો ઉદય કેટલાક આચાર્યો માને છે એનું કારણ એ જણાય છેકે ક્ષપક શ્રેણીથી જીવ પાછો પડવાનો જ નથી માટે નિદ્રાનો કે પ્રચલાનો ઉદય આ જીવોને કાંઇ નુક્શાન કરી શકે એમ ન હોવાથી ઉદય નિક્ળ બની જાય છે માટે રહે તો વાંધો નથી આથી બારમા ગુણસ્થાનક સુધી ઉદય કહેલો છે.
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓને છદ્મસ્થ પર્યાય રૂપ સંયમમાં મોટાભાગે આ નિદ્રાનો ઉદય એટલે પ્રચલાનો ઉદય કામ કરતો હોય છે છતાં પણ પોત પોતાના પદાર્થના ચિંતનમાંથી જરાય પાછા પડતા
નથી. એકાગ્ર ચિત્ત સુંદર રીતે જાળવી શકે છે. આ ઉદય પણ સર્વઘાતી રસવાળો જ હોય છે.
પ્રચલા પ્રચલા
ચાલતાં ચાલતાં જે જીવો ઉંઘતા હોય છે તેઓને પ્રચલા પ્રચલા નિદ્રા કહેવાય છે. હાથી હંમેશા મોટા ભાગે ચાલતા ચાલતા ઉંઘતો જ હોય છે. મહાવત જ્યારે જગાડે ત્યારે જાગે છે કેટલાક જીવો ગાડી ચલાવતાં ચલાવતાં પણ ઉંઘતા હોય છે અને એ ઉંઘના કાળમાં હું ક્યાં છું ? ક્યાં બેઠો છું ? શું કરી રહ્યો છું ? એ કાંઇ ખ્યાલ હોતો નથી માટે એકસીડન્ટા ઘણાં થતાં જાય છે. આ ઉદયકાળમાં તીવ્રરસ સર્વઘાતીનો હોય છે માટે આનો ઉદયકાળ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. પહેલા અને બીજા બે ગુણસ્થાનક સુધી બંધાય છે.
થીણધ્ધી નિદ્રા :- દિવસે ચિંતવેલું કામ અધુરૂં હોય તે કરવાની વિચારણા કરીને સૂઇ જાય પછી રાતના ઉંઘના કાળમાં ઉઠીને જે કામ કરવાનું, જ્યાં કરવાનું હોય તેનાં સાધનો ચાવીઓ લઇ બારણા ખોલી તે સ્થાનમાં જાય, પેઢી ખોલી જે કામ કરવાનું હોય તે જલ્દી કરી પેઢી વાસી ઘરે આવી સાધનો ઠેકાણે મુકીને સુઇ જાય તે થીણધ્ધી નિદ્રા કહેવાય છે. આ નિદ્રાના ઉદયકાળમાં એને કશી ખબર પડતી નથી માત્ર રાતના આવા પ્રકારનું સ્વપ્ત આવ્યું હતું એવો એને કાંઇક ભાસ થાય. આ નિદ્રાના ઉદય કાળમાં ચક્રવર્તીના વખતના કાળમાં બળદેવ કરતાં અડધું બળ પેદા થાય છે. અત્યારે વર્તમાનમાં કોઇને આ
Page 43 of 126