________________
આથી નક્કી થયું કે જ્ઞાનાવરણીયના અલ્પ રસવાળા પુદ્ગલોનો ઉદય જીવોને યોપશમ ભાવ પેદા કરાવે અને અધિક રસવાળા દેશઘાતીના જ્ઞાનાવરણીયના પુગલો આત્માને જ્ઞાનનો ઉદય ભાવ પેદા કરાવે.પ્રમાદ જેટલો કરીએ તેનાથી જ્ઞાનનો ઉદયભાવ થાય માટે જ્ઞાનાવરણીય બંધાય અને જ્ઞાનનું જેટલું પરાવર્તન કરીએ એથી જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ થાય એટલે જ્ઞાનાવરણીય કર્મ ઉધ્યમાં આવીને ખપે છે એમ ગણાય.
પહેલે ગુણસ્થાનકે રહેલો જીવ પુરૂષાર્થ કરીને અભ્યાસ કરે તો બારવ્રતને ગ્રહણ કરીને નિરતિચારપણે પાલન કરે અને તે કષાયની સહાયથી મિથ્યાત્વને મંદ પણ કરી શકે છે. તેવી રીતે ચોથે ગુણસ્થાનકે રહેલો જીવ અપ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી સમ્યકત્વનું પાલન નિરતિચાર પણ કરી શકે છે જેટલી એ જીવોને એ અપ્રત્યાખ્યાનીય કષાયની સહાય મળે તેટલું તેનું સમ્યકત્વ નિરતિચાર રૂપે બનતું જાય છે. પ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી જીવો લીધેલ વ્રત નિયમ, પચ્ચખાણ વગેરે દેશથી વિરતિનું પાલન નિરતિચારપણે કરતાં જાય છે અને કષાયનો નાશ કરતાં જાય છે એવી જ રીતે સંજવલન કષાયના ઉદય કાળમાં તે કષાયની સહાયથી સર્વવિરતિને ગ્રહણ કરીને નિરતિચારપણે પાલન કરી શકે છે. જ્યારે સંજવલન કષાયમાં પ્રત્યાખ્યાનીય કષાય ભળે. એટલે ઉદય થાય ત્યારે ચારિત્રથી એટલે છઠ્ઠા ગુણસ્થાનકથી જીવનું પતન કરી નાંખે છે અને પાંચમાં ગુણસ્થાનકમાં ટકાવે છે. પ્રત્યાખ્યાનીય કષાયના ઉદય કાળમાં અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય થાય તો જીવ દેશવિરતિથી પતન પામી સમ્યકત્વમાં ટકે છે અને તે સમ્યક્ત્વ મોહનીયના ઉદયકાળમાં એટલે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયકાળમાં અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય તો જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે.
દર્શનાવરણીય કર્મ
નવ ભેદ હોય છે.
(૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રા નિદ્રા, (૭) પ્રચલા, (૮) પ્રચલા પ્રચલા અને (૯) થીણધ્ધી-સ્પેનદ્ધિ.
ચક્ષદર્શનાવરણીય કર્મ - જે ઇન્દ્રિય વડે નિયત ક્ષેત્રમાં રહેલા પદાર્થોને જોવાની શક્તિ તે ચક્ષુ કહેવાય તેને આવરણ કરનારું કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
ચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવોને સતત ચાલુ હોય છે માટે પદાર્થોને જોઇ શકતા નથી. આ ચક્ષુદર્શનાવરણીય સર્વઘાતી રસે બંધાય છે અને ઉદયમાં દરેક જીવોને દેશઘાતી રસે થઇને જ આવે છે તે દેશઘાતી રસના બે ભેદો હોય છે.
(૧) અલ્પ રસવાળા પુદ્ગલો અને (૨) અધિક રસવાળા પુદ્ગલો.
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવોને અધિક રસવાળા દેશઘાતીનાં પુદ્ગલોનો ઉદય હોવાથી જોઇ શકતા નથી. જ્યારે ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને જ્યારે અલ્પ રસવાળા દેશઘાતીનાં પગલો ઉદયમાં હોય છે ત્યારે પદાર્થોને જોઇ શકે છે અને જ્યારે અધિક રસવાળા દેશઘાતી પગલો ઉદયમાં આવે ત્યારે ચક્ષુ હોવા છતાં પુદ્ગલોનું દર્શન થઇ શકતું નથી અર્થાત્ જીવો કરી શકતા નથી. અભરસવાળા. દેશઘાતીનાં પુદ્ગલોના ઉદયથી જે જે પદાર્થોને જૂએ છે તે પણ મર્યાદિતપણે ચક્ષુની સામે જે પુદ્ગલો રહેલા હોય તેને જ જૂએ છે. તે પુદ્ગલોનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થાય તે ચક્ષુદર્શનનો ક્ષયોપશમ ભાવ કહેવાય છે.
Page 38 of 126