________________
તેનાથી જેને જ્ઞાન પેદા થયેલું છે તેને આનંદ પેદા થાય. આલ્હાદ આવે એવી જ રીતે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જીવને સામાન્ય પદાર્થોનો બોધ થતો હોય તો તે જીવોને આલ્હાદ પેદા થાય છે. તે શાતાવેદનીય કર્મ ગણાય છે. આથી સિદ્ધ થાય છે કે જીવોને સુખ અને દુઃખ ઉત્પન્ન થવાનું કારણ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ અને ઉદય ભાવ છે. તેનાથી થાય છે માટે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મ પછી ત્રીજ વેદનીય કર્મ કહેલ છે. એના પછી ચોથું મોહનીય કર્મ જે જણાવેલ છે તેનું કારણ એ છે કે જે જીવોને આલ્હાદ પેદા થાય છે તે જીવોને હેજે રતિભાવ પેદા થાય છે અને જે જીવોને ગ્લાનિ થયેલ હોય તેઓને અરતિ ભાવ પેદા થાય છે. રતિ એટલે આનંદ અને અરતિ એટલે દુ:ખ, ખેદ. સુખ-દુ:ખમાં જીવોને રતિ-અરતિ સ્વાભાવિક રીતિએ પેદા થાય છે એને મોહનીય કર્મ કહેલ છે માટે તેને ચોથું મુકેલ છે. મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ કહેલ છે એનું કારણ એ જણાવેલ છે કે જે જીવો રતિ-અરતિમાં મુંઝાયેલા હોય છે તે વિવેકથી ભ્રષ્ટ થાય છે. પોતાના આત્મામાં રહેલા વિવેકથી મોહનીય કર્મને મુંઝવણ પેદા થવા દેતો નથી અને પેદા થયેલા વિવેકને પણ તે ભ્રષ્ટ કરી નાંખે છે એટલે નાશ કરી નાંખે છે. એ વિવેકથી ભ્રષ્ટ થયેલા જીવો, મોહનીય કર્મમાં મુંઝાતા જીવો આરંભ-સમારંભ કરે છે અને તેમાં રાગ તેમજ મમત્વ બુધ્ધિ પર પદાર્થોમાં વધારી વધારીને મહા આરંભ અને મહાપરિગ્રહ કરતાં થાય છે. આ આરંભ સમારંભમાં આનંદ અને આસક્તિ તે આર્તધ્યાન કહેવાય છે તે તિર્યંચાયુષ્યનું કારણ કહેલ છે. એવી જ રીતે મહારંભ અને મહાપરિગ્રહની આસક્તિ મમત્વ તે રોદ્ર ધ્યાન કહેલ છે તે નરક આયુષ્યના બંધનું કારણ કહેલ છે આ કારણે મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ કહેલ છે.
આયુષ્ય કર્મ પછી નામકર્મ જે જણાવેલ છે તેનું કારણ એ છે કે જીવો જે આયુષ્યનો બંધ કરતાં હોય છે તેની સાથે તે અયષ્ય મુજબની ગતિ-તેની જાતિ-તેવા પ્રકારનું શરીર-તેવા પ્રકારના વર્ણાદિ આદિ કર્મોનો બંધ અવશ્ય કરે જ છે અને જે આયુષ્યનો ઉદય થાય તેની સાથે તેની ગતિ-જાતિ શરીર આદિનો અવશ્ય ઉદય પણ થાય છે. આથી આયુષ્ય કર્મ પછી નામકર્મ જણાવેલ છે. એ નામકર્મ પછી ગોત્ર કર્મ જે જણાવેલ છે તેનું કારણ એ છે કે નામકર્મની વિચિત્રતાથી જુદો જુદો વ્યવહાર પેદા થાય છે. જે કુળોમાં ધર્મ અને નીતિનું પાલન બાપદાદાના સંસ્કારથી ચાલ્યું આવતું હોય છે અને તેજ પ્રમાણે વ્યવહાર ચાલતો હોય છે. તે કુળમાં જન્મેલાં જીવોને ઉચ્ચ ગોત્રવાળા કહેવાય છે. એટલે તે ઉચ્ચ વ્યવહારવાળા ગણાય છે અને જે કુળોમાં ધર્મ અને નીતિનું પાલન નથી અને વિચ્છેદ થયેલ હોય તે કુળોમાં જે જન્મ થવો તે નીચગોત્ર રૂપે ગણાય છે અટલે તે નીચ વ્યવહારવાળા જણાય છે. આથી નામકર્મ પછી ગોત્રકર્મ જણાવેલ છે. ઉચ્ચ કુળમાં જન્મેલા જીવોને મોટે ભાગે દાનાંતરાય-લાભાંતરાય-ભોગાંતરાય-ઉપભોગવંતરાય અને વીર્યંતરાય કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોય છે એટલે તે જીવો તે ક્ષયોપશમ ભાવથી દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરી તેમાં મોહ પામી પોતાનો સંસાર વધારતા જાય છે અને જ્યારે જે જીવો નીચગોત્ર રૂપે જન્મેલા હોય છે તે જીવોને દાનાંતરાય આદિનો ઉદય ભાવ રહેલો હોય છે તેને મેળવવાનો પુરૂષાર્થ કરીને એ જીવો પોતાનો સંસાર વધારે છે. આથી અંતરાય કર્મ છેલ્લું આઠમું કહેલ છે.
હમેશા જીવોને ઉપયોગ રૂપે અંતર્મુહૂર્ત-અંતર્મુહુર્તે જ્ઞાન અને દર્શન જ હોય છે. મોહનીય કર્મ હંમેશા ઉદય રૂપે જ રહેલું હોય છે. આથી સમ્યકત્વ મોહનીયનો ઉદય જીવોને ચોવીસે કલાક ચાલુ જ રહે છે. એ સમ્યકત્વ મોહનીયના ઉદયથી જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ હેય પદાર્થોમાં હેય બુદ્ધિ એટલે છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ પેદા કરાવે અને સતત ચાલુ રખાવે તેમજ ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવાની બુદ્ધિ એટલે ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિ સતત જીવંત રાખે છે. આ
Page 36 of 126