________________
કયા છે, શેના છે, એ ખબર પડતી નથી. આ અવધિજ્ઞાનનો ક્ષયોપશમ ચોથાથી બારમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. (થઇ શકે છે.)
અવધિજ્ઞાનાવરણીય કર્મ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે. કેવલજ્ઞાન પામવા માટે અવધિજ્ઞાન જોઇએજ એવો નિયમ નથી. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અવશ્ય જોઇએ પણ અવધિજ્ઞાન ન હોય તોય જીવો કેવલજ્ઞાન પામી શકે છે.
કેટલાક મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાનવાળા-કેટલાક મતિ-શ્રુત-મન:પર્યવજ્ઞાન એ ત્રણ જ્ઞાનવાળા-કેટલાક મતિ-શ્રુત -અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ ચાર જ્ઞાનવાળા કેવલજ્ઞાન પામી શકે છે. એવી જ રીતે મતિ અને શ્રુત એ બે જ્ઞાનવાળા પણ કેવલજ્ઞાન પામી શકે છે.
આ અવધિજ્ઞાનનો વધારેમાં વધારે કાળ ૬૬ સાગરોપમ હોય છે. કારણકે ક્ષયોપશમ સમકીત એટલા કાળ સુધી ટકે છે. માટે એટલો કાળ કહેલો છે.
(૪) મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ
મનમાં જે વિચારો કરેલા હોય એ વિચારો કયા કયા પદાર્થના ચિંતન રૂપે કરેલા છે એ વિચારોનાં પુદ્ગલોને જાણવાનું જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન કહેવાય એને આવરણ કરનાર જે કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
જગતમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મનરૂપે પરિણમાવી વિસર્જન કરવા રૂપે છોડેલા જે પુદ્ગલો જગતને વિષે અસંખ્યાત કાળ સુધી એવા ને એવા સ્વરૂપે રહેલા હોય છે. એવા ભૂતકાળ રૂપે બનેલા વિચારનાં પુદ્ગલોને વર્તમાનમાં વિચારાતા પુદ્ગલોને અને ભવિષ્યમાં કયા વિચારો કરશે તે પુદ્ગલોને જોવાની અને જાણવાની જે શક્તિ જ્ઞાનથી પેદા થાય છે તે મનઃપર્યવજ્ઞાન કહેવાય છે. આ પુદ્ગલો સન્ની પર્યાપ્તા જીવોનાં જ જણાય છે. એ પણ અઢીદ્વીપ અને બે સમુદ્રોમાં રહેલા એટલે પીસ્તાલીશ લાખ યોજનને વિષે રહેલા સન્ની જીવોનાં મનો પુદ્ગલોને જાણવાની શક્તિ પેદા થાય છે તેમાં પણ તિર્ધાલોકમાં રહેલા એટલે જંબુદ્વીપના મેરૂ પર્વતની સપાટીથી નવસો યોજન ઉંચાઇએ અને નવસો યોજન નીચે એમ અઢારસો યોજનમાં રહેલા સન્ની જીવોનાં મનોગત વિચારોને જાણવાની શક્તિ પેદા થાય તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. આ મન:પર્યવજ્ઞાનથી જોવાની શક્તિ પેદા થાય પણ સાથે શ્રુતજ્ઞાન ન હોય તો તે પુદ્ગલોને જાણી શકે નહિ માટ સાથે શ્રુતજ્ઞાન તો જોઇએજ એટલે જ જ્ઞાની ભગવંતો કહે છે કે શ્રુતજ્ઞાનની આગળ આ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન બચ્ચા જેવું છે. અવધિજ્ઞાની જીવો સામાન્ય ડોક્ટરના જ્ઞાન જેવા ગણાય છે અને મન:પર્યવજ્ઞાની જીવો સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર જેવા ગણાય છે. આ મન:પર્યવજ્ઞાન સાતમા ગુણસ્થાનકે જ પેદા થાય છે અને છઠ્ઠા ગુણસ્થાનકે ટકી શકે છે. માટે જ્યારે છેલ્લા ભવે તીર્થંકરના આત્માઓ સંયમનો સ્વીકાર કરે છે ત્યારે ચોથા ગુણસ્થાનકથી સીધા સાતમા ગુણસ્થાનકના પરિણામને પામે છે કે તરત જ ચોથું મનઃપર્યવજ્ઞાન પેદા થાય છે પછી છઠ્ઠા ગુણસ્થાનકે ટકી શકે છે.
આથી મન:પર્યવજ્ઞાન સંયમી જીવોને જ સાતમા ગુણસ્થાનકે પેદા થાય છે અને બારમા ગુણસ્થાનક સુધી ટકી શકે છે. જે જીવોને મન:પર્યવજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વિશેષ રીતે પેદા થયેલો હોય તે જીવો તે ભવમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જઇ શકે છે. એ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. જે જીવોને ૠજુમતિ મન:પર્યવજ્ઞાન પેદા થાય તે જીવો તે ભવમાં મોક્ષે જાય અથવા ન પણ જાય અને સંસારમાં રખડપટ્ટી કરે તો
Page 14 of 126