________________
બોલ્યા. અવિરતિનો ઉદય છતાં આ બધી ક્રિયામાં એમને આનંદ નથી તે વખતે રાગ દ્વેષનો ઉદય નથી ? છે છતાં ઉદય નિક્ળ કરતાં જાય છે અને જે પૂછે તેઓને કહે છે કે મારૂં ભોગવલી કર્મ નથી. માટે મારાથી એ ક્રિયા થાય નહિ. આ બધા અવિરતિના ખેલ. મોંમાથી કોઇપણ વચન બોલતા નથી. હજી સંસારમાં છે. સંયમ લીધેલ નથી છતાં શ્રુતજ્ઞાનનો આનંદ અંતરમાં કેવો હશ ?
માટે આપણે જેટલું ભણ્યા હોઇએ એનો આનંદ પેદા કરવા આ- સ્વાદ લેવા માટે સતત તેના પરાવર્તનના ઉપયોગમાં ટાઇમ વધારે પસાર કરવો જોઇએ ને ? આનંદની અનુભૂતિ પરાવર્તન શ્રુતનું અને સાથે રાગાદિની નિક્ળતા એક સાથેજ ચાલે છે. એમાં એને કોઇ ડંખ મારે તો એવો કોઇ અનુભવ ન થાય કે દ્વેષ બુધ્ધિ પેદા થાય.
શ્રુતકેવલી શ્રુતજ્ઞાનના આધારે બીજા જીવોનાં અસંખ્યાતા ભવો જોઇ શકે અને કહી શકે તેમાં કેટલી એકાગ્રતા જોઇએ. આવો અનુભવ કરવા માટેની બધી શક્તિઓ જૈન શાસનના શ્રુતજ્ઞાનમાં રહેલી છે. માટે રોજ અડધો કલાક શ્રુતજ્ઞાન ભણવા અને પરાવર્તન માટ આપવો જોઇએ. આ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમા ગુણસ્થાનક સુધી ઉદયમાં રહે છે. (૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ
અવધિ = મર્યાદા જે જ્ઞાન મર્યાદા રૂપે પેદા થાય, સંપૂર્ણ પેદા ન થાય તે અવધિજ્ઞાન કહેવાય છે. ચૌદ રાજલોકમાં પદાર્થો બે પ્રકારના રહેલા હોય છે.
(૧) રૂપી પદાર્થો એટલે રૂપવાળા પદાર્થો.
(૨) અરૂપી પદાર્થો એટલે રૂપ વગરના પદાર્થો.
અવધિજ્ઞાનથી મર્યાદિત પણે રૂપી પદાર્થોનું જ જ્ઞાન પેદા થઇ શકે છે એટલે રૂપી પદાર્થોને જ જાણી શકાય છે. પણ અરૂપી પદાર્થોને જોઇ જાણી શકાતા નથી. આ રૂપી પદાર્થને જોવાન જાણવા માટે પણ અસંખ્યાતા ભેદો હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવથી દરેકમાં ભેદ પડે છે અને એ દરેકમાં મર્યાદાના કારણે અસંખ્યાતા અસંખ્યાતા ભેદો પડતા જાય છે.
જે જીવોને અપ્રતિપાતી અવધિજ્ઞાન પેદા થાય તેઓને જેટલું જ્ઞાન પેદા થયું હોય તેટલું આ ભવ સુધી કાયમ રહી શકે છે અને વધતાં વધતાં પરમાવધિજ્ઞાન પણ પેદા થઇ શકે છે. જે જીવોને પરમાવધિજ્ઞાન પેદા થાય તેઓને અવશ્ય એક અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અપ્રતિપાતી અવધિજ્ઞાન એટલે પેદા થયેલા જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ નાશ પામે નહિ.
આ અવધિજ્ઞાનના બે ભેદો હોય છે.
(૧) ભવ પ્રત્યયથી (૨) ગુણ પ્રત્યયથી.
(૧) ભવ પ્રત્યયથી - અવધિ જ્ઞાન દેવતા અને નારકીના જીવોને હોય છે. એ ભવમાં ઉત્પન્ન થાય કે તરત જ અવધિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય જ તે.
(૨) ગુણ પ્રત્યયથી - એટલે પુરૂષાર્થ કરીને તપશ્ચર્યા આદિ કરીને જે જ્ઞાન પેદા થાય તે મનુષ્ય અને તિર્યંચના જીવોને હાય છે. તે પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચોને હોય છે.
અત્યારે તિર્હાલોકને વિષે અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રોને વિષે અસંખ્યાતા તિર્યંચો વિધમાન છે તેમાં અસંખ્યાતા તિર્યંચોને આ અવધિજ્ઞાન પેદા થયેલું હોય છે. સંખ્યાતા મનુષ્યોને આ અવધિજ્ઞાન હોય છે. અવધિજ્ઞાનથી જીવો રૂપી પુદ્ગલોને જોઇ શકે પણ એની સાથે શ્રુતજ્ઞાન ન હોય તો દેખાતા પુદ્ગલો
Page 13 of 126