________________
પાપતત્વનું સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી
પાપતત્વના વ્યાસી ભેદો હોય છે. પાપ કોને કહેવાય ? અંતરમાં કોઇપણ પદાર્થો પ્રત્યે નારાજી થવી-દુ:ખ થવું-ગ્લાની થવી તે પાપ કહેવાય છે.
અવિરતિના ઉદયથી અનાદિકાળથી જીવને પાપનો બંધ સદાય માટે ચાલુ જ હોય છે. અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ એનેજ જ્ઞાની ભગવંતો એ પાપના પરિણામ રૂપે કહેલા છે. આ વિચારધારા જે ચાલ્યા કરે એનેજ અવિરતિનો ઉદય કહેલો છે. પરિણામ એટલે અધ્યવસાય એ બે વસ્તુ એક જ છે. અનુકૂળ પદાર્થોમાં રાજી અને પ્રતિકૂળ પદાર્થોમાં નારાજ થયા કરવી એ પરિણામ કહેલો છે.
જીવ જ્યારે સ્વેચ્છાએ અવિરતિનો સર્વથા ત્યાગ કરી સર્વવિરતિના પરિણામોને પામે છે. ત્યારે એ જીવોને અનુકૂળ પદાર્થોમાં રાજીપાની અને પ્રતિકૂળ પદાર્થોમાં નારાજીની વિચારણાઓ કોઇ કાળે થઇ સકતી નથી એ જીવોને તો જે પદાર્થો મલે તેમાં સંયમ પુષ્ટિ કેમ કરવી અને પદાર્થો ન મલે તેમાં તપોવૃધ્ધિ કેમ કરવી એ વિચારણા ચાલ્યા કરે છે. ત્યારે એ જીવો ખરેખર છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પામેલા છે. એમ કહેવાય છે. આ જીવોએ મનથી, વચનથી, કાયાથી કરવા રૂપે-કરાવવા રૂપે અને અનુમોદવા રૂપે અવિરતિના ઉદયને સર્વથા ત્યાગ કરેલો છે એમ કહેવાય છે.
જે જીવોને અવિરતિનો ઉદય ચાલુ હોય છે તેના રાગાદિ પરિણામો ક્રમસર જો સાવધ ન રહે તો વૃધ્ધિ પામતા રહે છે એટલે અનુકૂળ પદાર્થોમાં રાજીપો અને પ્રતિકૂળ પદાર્થોમાં નારાજીપણું વધતું જાય છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં જીવો જ્યાં સુધી આ અવિરતિના પરિણામને ઓળખીને સાવચેતી પૂર્વક જીવન જીવે નહિ ત્યાં સુધી પાપના વ્યાસી ભેદોમાંથી કોઇપણ ભેદો સમયે સમયે બંધમાં ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર અને અંતરાય. આ સાતે કર્મનો. બંધ જીવોને સતત ચાલુ જ હોય છે. તે સાતે કર્મોના ધ્યાસી ભેદોમાંથી અનુકૂળ પદાર્થોમાં જેટલો રાગ વધારે અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ વધારે એ પરિણામોથી જે ભેદો બંધાતા હોય છે તે તીવ્ર રસે બંધાય છે.
જગતમાં રહેલા સઘળાં જીવો જ્યારે દુઃખ આવે ત્યારે સ્વેચ્છાએ કોઇ વેઠતું નથી. સ્વેચ્છાએ દુ:ખ વેઠવા માટે અપુનબંધક દશાનો પરિણામ જોઇશે. અનુળતાની આશામાં ને આશામાં દુ:ખ વેઠવું પડે છે માટે જીવો દુ:ખ વેઠે છે. આજે નહિને કાલે દુઃખ જતું રહેશે ક્યાં સુધી રહેવાનું છે. એવા વિચારોથી દુ:ખા વેઠતા જાય છે અને પાપનો બંધ કરતા જાય છે. દુ:ખ આવે, તકલીફઆવે અરે આવવાની હોય એમ ખબર પડે તો કયા પરિણામથી એ દુ:ખ ભોગવીએ છીએ એ વિચાર રોજ આપણે કરવાનો છે.
અનાદિકાળથી પાપના પરિણામ સતત ચાલુ છે. દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં એ વિચાર ધારામાં ઘસારો થઇ રહ્યો છે એવું આપણને લાગે છે ખરું ?
Page 1 of 126