________________
અહીં ક્ષેત્ર નામના અનુયોગદ્વારે એમ વ્હેવામાં આવ્યું છે કે ‘એક સિદ્ધનો જીવ લોક્ના અસંખ્યાતમા ભાગમાં રહેલો છે અને સર્વ સિદ્ધ જીવો પણ લોક્ના અસંખ્યાતમા ભાગમાં જ રહેલા છે.' પ્રથમ ક્ષણે તો એમ જ લાગે છે કે આ કેમ બની શકે ? પણ સર્વ પરિસ્થિતિ લક્ષ્યમાં લેવાથી આ ક્શનની યથાર્થતા સમજાય છે.
સૌથી ઘન્ય બે હાથના શરીરવાળા અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યના શરીરવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. હવે સિદ્દ થનારો આત્મા જ્યારે શરીરનો ત્યાગ કરે છે, ત્યારે શરીરની અંદરનો પોલાણનો ભાગ પૂરાઇ આત્મપ્રદેશોનો ધન થાય છે, તેથી તેમના મૂળ શરીરની અવગાહનાનો એક તૃતીયાંશ ભાગ ઘટે છે અને બે તૃતીયાંશ ભાગ બાકી રહે છે. આ રીતે સિદ્ધની ઘન્ય અવગાહના ૧ હાથ અને ૮ આંગળ તથા ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળ હોય છે. ક્ષેત્રનું આ પ્રમાણ લોક્ના અસંખ્યાતમા ભાગ જેટલું છે.
હવે સિદ્વના સમગ્ર જીવો લોક્ના અગ્રભાગે, ૪૫ લાખયોન પ્રમાણ સિદ્ધશિલા છે, ત્યાંથી ૧ યોજ્ન દૂર લોક્નો અંત છે, તે યોનના મા ભાગમાં લોકાંતને અડીને ૪૫ લાખ યોજનપ્રમાણ ક્ષેત્રમાં રહેલા છે. ક્ષેત્રનું આ પ્રમાણ લોક્ના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે. અહીં એટલું યાદ રાખવું ઉચિત લેખાશે કે સમસ્ત લોક ૧૪ રજ્જૂપ્રમાણ ઊંચો છે. તેમાં ૧ રજ્જુનું પ્રમાણ નિમિષ માત્રમાં ૧ લાખ યોન નારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે તેટલું છે; અથવા તો ૩૮,૧૨૭,૯૭૦ મણનો એક ભાર એવા એજાર મણ ભારવાળા તપેલા ગોળાને જોરથી ફેંક્વામાં આવે અને તે ગતિ કરતો ૬ માસ, ૬ દિવસ, ૬ પહોર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર કાપે, તેટલું છે. તેથી જ ઉપરના ક્ષેત્રોને લોક્ના અસંખ્યાતમા ભાગ જેટલા કહેલા છે.
અહીં પ્રકરણકાર મહર્ષિએ સંક્ષિપ્તમાં ત્રણ દ્વારો કહ્યાં છે. તેમાં સ્પર્શનાદ્વારના અધિકારે કહ્યું છે કે ‘સ્પર્શના અધિક હોય છે,’ એટલે કે સિદ્ધના જીવોનું જેટલું અવગાહનાક્ષેત્ર હોય છે, તે કરતાં સ્પર્શનાક્ષેત્ર અધિક હોય છે. અહીં એટલું સમજી લેવું જરૂરી છે કે કોઇ પણ પદાર્થના અવગાહનાક્ષેત્ર કરતાં તેનું સ્પર્શનાક્ષેત્ર અધિક જ હોય છે. દાખલા તરીકે એક પરમાણુ લોકાકાશના એક પ્રદેશમાં અવગાહેલો છે, પણ તે છયે દિશાના પ્રદેશોને સ્પર્શે છે. છ દિશા એટલે પૂર્વાદિ ચાર દિશા, ઉર્ધ્વદિશા તથા અધોદિશા. તે જ રીતે સિદ્ધના જીવો અમુક ક્ષેત્રમાં રહેલા હોય છે, પણ તેઓ છયે દિશાને સ્પર્શે છે, એટલે તેમનું સ્પર્શનાક્ષેત્ર અવગાહના કરતાં અવશ્ય અધિક હોય છે.
અહીં કાલદ્વારના અધિકારે કહ્યું છે કે ‘એક સિદ્ધની અપેક્ષાએ કાલ સાદિ-અનંત છે.' એનો અર્થ એમ સમવાનો કે દરેક સિદ્ધ જીવ અમુક કાલે મોક્ષે ગયેલો હોય છે, એટલે તેની આદિ હોય છે, પણ તેનું સિદ્ધપણું શાશ્વત હોવાથી તેનો અંત હોતો નથી. જે કાલની આદિ છે, પણ અંત નથી, તે સાદિ-અનંત.
અહીં અંતરદ્વારના અધિકારે કહ્યું છે કે ‘પડવાનો અભાવ હોવાથી સિદ્ધોમાં અંતર નથી.' આ ક્શનનું તાત્પર્ય એ છે કે એક જીવ સિદ્ધ થાય પછી તેને પડવાપણું હોતું નથી, એટલે કે તે સંસારમાં પુનઃ આવતો નથી. સંસારપરિભ્રમણનું ખાસ કારણ કર્મ છે, તેનો અભાવ થવાથી સંસાર પરિભ્રમણનો પણ અભાવ જ થાય છે. અથવા તો બળી ગયેલાં બીજ ઉગી શક્તાં નથી, તેમ જે કર્મો એક વાર દગ્ધ થયાં-બળી ગયાં, તે પોતાનું કંઇ પણ સામર્થ્ય બતાવી શકતા નથી. આ સંયોગોમાં સિદ્ધાવસ્થાને પામેલો જીવ સંસારમાં પાછો કેમ આવી શકે ?
Page 313 of 325