________________
મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અન્ય રીતે કહીએ તો અવિરતિવાળા આત્માઓનો મોક્ષ થતો નથી, દેશવિરતિ વાળા આત્માઓનો પણ તે જ અવસ્થામાં મોક્ષ થતો નથી, જ્યારે સર્વવિરતિવાળા આત્માઓ યથાખ્યાત એટલે સંપૂર્ણ શુદ્ધ ચારિત્રની અવસ્થાએ પહોંચે ત્યારે તેમનો મોક્ષ થાય છે.
સમ્યકત્વની દ્રષ્ટિએ સંસારી જીવ ઔપથમિક આદિ છ પ્રકારની માર્ગણાઓમાં રહેલા છે. તેમાંથી સાયિક સમ્યકત્વવાળા આત્માને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, અન્ય સમ્યકત્વવાળાને નહિ. ક્ષાયિક સમ્યકત્વ યથાખ્યાત ચારિત્રવાળાને જ હોય છે, એટલે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વના અન્ય પ્રકારોમાં યથાખ્યાત ચારિત્ર હોતું નથી, એટલે તેમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
સંસારી જીવો તેરમા ગુણસ્થાનક સુધી સયોગી હોઇ તેઓ આહારક માર્ગણામાં અંતર્ગત થાય છે અને ચૌદમાં ગુણસ્થાનકે અયોગી બનતાં અનાહારક માર્ગણામાં આવે છે. આ અનાહારક માર્ગણામાં આવેલા જીવોનો મોક્ષ થાય છે, અન્યનો નહિ.
સંસારી જીવો જ્ઞાનની દ્રષ્ટિએ આઠ પ્રકારના છે :
જેમકે મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા, મન:પર્યવજ્ઞાનવાળા, કેવળજ્ઞાનવાળા, મતિઅજ્ઞાનવાળા, શ્રતઅજ્ઞાનવાળા અને વિર્ભાગજ્ઞાનવાળા. તેમાંથી કેવળજ્ઞાનવાળા જીવને જ મોક્ષ હોય, અન્યને નહિ. અન્ય બધા જ્ઞાનમાં જ્ઞાનાવરણીયનું ઓછું કે વતું આવરણ હોય છે અને જ્યાં સુધી કોઇ પણ કર્મનું આવરણ હોય, ત્યાં સુધી જીવ મોક્ષ પામી શકતો નથી.
સંસારી જીવો દર્શનની અપેક્ષાએ ચાર પ્રકારના છે. જેમકે ચક્ષુદર્શનવાળા, અચક્ષુદર્શનવાળા, અવધિદર્શનવાળા અને કેવલદર્શનવાળા. તેમાં કેવલદર્શનવાળા જીવો જ મોક્ષ પામી શકે, પણ અન્ય દર્શનવાળા મોક્ષ પામી શકે નહિ, કારણકે તેમને દર્શનાવરણીય કર્મનું અમુક આવરણ હોય છે.
- હવે શેષ ચાર માર્ગણાઓ રહી : (૧) કષાય (૨) વેદ (૩) યોગ અને (૪) લેશ્યા. આ માર્ગણામાં વર્તતા જીવોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એટલે કે જીવ જ્યારે કષાયથી રહિત બને, વેદ (જાતીય સંજ્ઞા) થી રહિત બને, સર્વ યોગોને થ્રીને અયોગી બને, તેમજ સર્વ લેશ્યાઓથી રહિત એવું પોતાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરે, ત્યારે જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ રીતે માર્ગણા દ્વારા સત્પદની પ્રરૂપણા સમજવી. (૬) વિવેચન
અહીં દ્રવ્યપ્રમાણ નામના દ્વારે એમ કહેવામાં આવ્યું છે કે સિકના જીવદ્રવ્યો અનંત છે. સિદ્ધ એટલે મોક્ષમાં ગયેલો જીવ. તે અંગે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે
दीहकालस्यं जं तु, कम्मं से सियमट्ठहा ।
सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ।। પ્રવાહની અપેક્ષાએ દીર્ધકાળની સ્થિતિવાળું અને સ્વભાવથી આત્માને મલિન કરનારું એવું જે કર્મ, તે આઠ પ્રકારે બંધાય છે. આ અષ્ટવિધ કર્મને બાળી નાખવાથી સિદ્ધની સિકતા ઉત્પન્ન થાય છે.' તાત્પર્ય કે જીવ આઠેય કર્મોનો ક્ષય કરી મોક્ષમાં જાય, તેને સિદ્ધ કહેવામાં આવે છે.
જે જીવ સિદ્ધ થાય, તે દ્રવ્યરૂપે તો કાયમ જ રહે છે અને આવા સિદ્ધો આજુધીમાં અનંત થયા છે, કારણ કે જઘન્યથી એક સમયના અંતરે અને ઉત્કૃષ્ટથી છ માસના અંતરે અવશ્ય કોઇ જીવ મોક્ષે જાય એવો નિયમ છે. હવે આ રીતે આજ સુધીમાં અનંતકાળ વહી ગયો છે. તાત્પર્ય કે અનંતકાળના પ્રમાણમાં સિદ્ધ જીવો પણ અનંત હોય, એ સ્વાભાવિક છે.
Page 312 of 325